નવી દિલ્હીઃ કોર્ટના અનાદરના મામલામાં દોષી પુરવાર થયા બાદ વકીલ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan)એ માફી માંગવાનો ફરી એકવાર ઇન્કાર કરી દીધો છે. તેઓએ તેને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. ભૂષણે કહ્યું છે કે તેઓ એ વાતને લઈ હેરાન છે કે જે ફરિયાદના આધારે તેમને દોષી ઠેરવવામાં આવ્યા છે તો તેમને કોર્ટ તરફથી નથી આપવામાં આવી. નોંધનીય છે કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)માં ગુરુવારે સજાને લઈને સુનાવણી થવાની છે. એવામાં તેમણે ચર્ચાને ટાળવા અને રિવ્યૂ પિટિશન કરવાની તક આપવાની અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. ભૂષણે કહ્યું હતું કે, પુનર્વિચાર અરજી દાખલ થવા અને તેની પર વિચાર થવા સુધી કાર્યવાહી ટાળવામાં આવે.
‘દંડ ભરવા માટે તૈયાર’
લાઇવ લૉએ તેમનું નિવેદન છાપતા લખ્યું છે કે, મારા ટ્વિટમાં એવું કંઈજ નહોતું. આ એક નાગરિક ના રૂપમાં મારા કર્તવ્યનું નિર્વહન કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ હતો. પ્રશાંત ભૂષણે મહાત્મા ગાંધીના એક નિવેદનનો હવાલો આપતા કહ્યું કે, હું દયાની ભીખ નથી માંગી રહ્યો. હું ઉદારતા દર્શાવવાની અપીલ પણ નથી કરતો. કોર્ટે જે ચીજને અપરાધ માની છે હું તેના માટે ખુશી-ખુશી દંડ ભરવા માટે તૈયાર છું.
Supreme Court refuses Prashant Bhushan's plea to defer the hearing on his sentence till his review petition against conviction for criminal contempt is filed and decided.
આ પહેલા સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર વિશે અપમાનજનક ટ્વિટ કરવાને લઇ તેમને અપરાધિક અનાદારના દોષી ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે તેમને જનહિતમાં ન્યાયતંત્રના કામગીરીની નિષ્પત ટીકા ન કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે 20 ઓગસ્ટે આ મામલામાં ભૂષણને સજા કરવાને લઈ દલીલો સાંભળશે.
આ મામલામાં સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, ટ્વિટ ભલે અપ્રિય લાગે, પરંતુ અનાદર નથી. તેઓએ કહ્યું હતું કે, તેઓ ટ્વિટ ન્યાયતંત્રની વિરુદ્ધ તેમના વ્યક્તિગત સ્તર પર આચરણને લઈને હતું અને તે ન્યાય પ્રશાસનમાં અડચણ ઉત્પન્ન નથી કરતું. કોર્ટે આ મામલામાં પ્રશાંત ભૂષણને 22 જુલાઇએ કારણ દર્શાવો નોટિસ જાહેર કરી હતી.
પ્રશાંત ભૂષણ ન્યાયતંત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર પહેલા પણ સવાલ ઉઠાવતા રહ્યા છે. હાલના દિવસોમાં કોરોના દરમિયાન લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાં બીજા રાજ્યોથી પલાયન કરનારા પ્રવાસી શ્રમિકોને લઈને પણ સુપ્રીમ કોર્ટના વલણની ટીકા કરી હતી. આવી જ રીતે ભીમા કોરેગાંવ કેસના આરોપી વરવર રાવ અને સુધા ભારદ્વાજ જેવા જેલમાં કેદ નાગરિક અધિકારો માટે સંઘર્ષ કરી રહેલા કાર્યકર્તાઓની સાથે થઈ રહેલા વ્યવહાર વિશે નિવેદન પણ આપ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર