સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ફટકાર્યો 1 રૂપિયાનો દંડ, ન ચૂકવતાં થશે 3 મહિનાની જેલ

સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ફટકાર્યો 1 રૂપિયાનો દંડ, ન ચૂકવતાં થશે 3 મહિનાની જેલ
સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને કોઈ શરત વગર માફી માંગવા માટે સમય આપ્યો હતો, પરંતુ તેઓએ માફી માંગવાનો ઇન્કાર કરી દીધો હતો

સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને કોઈ શરત વગર માફી માંગવા માટે સમય આપ્યો હતો, પરંતુ તેઓએ માફી માંગવાનો ઇન્કાર કરી દીધો હતો

 • Share this:
  નવી દિલ્હીઃ કોર્ટના અનાદર (Contempt of Court)ને લઈને સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan)ની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે (Supreme Court) સજા સંભળાવી દીધી છે. કોર્ટે પ્રશાંત ભૂષણ પર એક રૂપિયા દંડ ફટકાર્યો છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને 3 મહિનાની જેલ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રશાંત ભૂષણે 15 સપ્ટેમ્બર સુધીમાં દંડ નહીં ભર્યો તો તેમને 3 મહિનાની જેલ થશે. તેની સાથોસાથ 3 વર્ષ માટે પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

  આ મામલો હાલના અને પૂર્વ ચીફ જસ્ટિસ વિશે ભૂષણના વિવાદાસ્પદ ટ્વિટને લઈને છે. 14 ઓગસ્ટે કોર્ટે આ ટ્વિટ પર પ્રશાંત ભૂષણનું સ્પષ્ટીકરણનો અસ્વીકાર કરતાં તેમનો કોર્ટની અનાદરનો દોષી કરાર કર્યા હતા. કોર્ટે ભૂષણને કોઈ શરત વગર માફી માંગવા માટે સમય આપ્યો હતો, પરંતુ તેઓ માફી માંગવાનો ઇન્કાર કરી દીધો હતો.
  આ પણ વાંચો, પૂર્વ લદાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ફરી થયું ઘર્ષણ

  જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતામાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીને બેન્ચે કહ્યું કે, ભૂષણે પોતાના નિવેદનથી પબ્લિસિટી મેળવી, ત્યારબાદ કોર્ટે આ મામલા પર ગંભીર નોંધ લીધી.

  જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, ક્યાં સુધી આ પ્રણાલીને ભોગવવું પડશે. ન્યાયાધીશોની નિંદા કરવામાં આવે છે અને તેમના પરિવારોને અપમાનિત કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે, તેઓ તો બોલી પણ નથી શકતા. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણના વકીલને કહ્યું કે આ મામલે તેમના નિષ્પક્ષ થવાની આશા છે.


  જસ્ટિસ અરૂણ મિશ્રા (Justice Arun Mirhra)ની અધ્યક્ષતાવાળી બેન્ચે પ્રશાંત ભૂષણની વિરુદ્ધ સજા નક્કી કરી. ભૂષણને સજા સંભળાવતાં જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, જજોને પ્રેસમાં ન જવું જોઈએ. કોર્ટની બહાર જજો દ્વારા કહેવામાં આવેલી વાતો પર વિશ્વાસ કરવો સ્વીકાર્ય નથી. કોર્ટની અનાદરના અધિનિયમ હેઠળ સજા તરીકે મહત્તમ 6 મહિનાની કેદ અથવા 2000 રૂપિયાનો દંડ કે બંને સજાની જોગવાઈ છે.

  આ પહેલા સુપ્રીમ કોર્ટે 25 ઓગસ્ટે તેમની સજા પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો. પ્રશાંત ભૂષણને સજા ફટકારવા મુદ્દે સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલનો મત માંગ્યો હતો, જેની પર વેણુગોપાલે કહ્યું હતું કે પ્રશાંત ભૂષણને ચેતવણી આપીને છોડી દેવા જોઈએ અને સ્ટેસ્ટમેનનો સંદેશ આપવો જોઈએ.

  આ પણ વાંચો, સુરેશ રૈનાએ ખરાબ હોટલ રૂમના કારણે છોડ્યું IPL, ધોની સાથે પણ થયો વિવાદ!

  પ્રશાંત ભૂષણને નવેમ્બર 2009માં પણ સુપ્રીમ કોર્ટના અનાદરની નોટિસ આપી હતી. ત્યારે તેઓએ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં સુપ્રીમ કોર્ટના જજો પર કોમેન્ટ કરી હતી.

  Published by:Mrunal Bhojak
  First published:August 31, 2020, 12:26 pm

  टॉप स्टोरीज