Home /News /national-international /પ્રશાંત ભૂષણના કેસને બંધારણીય બેન્ચને મોકલવાની માંગ, 10 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી

પ્રશાંત ભૂષણના કેસને બંધારણીય બેન્ચને મોકલવાની માંગ, 10 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી

બાર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાને બે ટ્વિટ ખરાબ ન કરી શકે

બાર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાને બે ટ્વિટ ખરાબ ન કરી શકે

નવી દિલ્હીઃ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan)ની વિરુદ્ધ ચાલી રહેલા કોર્ટના અનાદર કેસની સુનાવણી 10 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)એ પ્રશાંત ભૂષણને કોર્ટના અનાદરના ગુનામાં દોષી ઠેરવ્યા હતા. તેમને કોઈ શરત વગર માફી માંગવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જે કાલે સમાપ્ત થઈ ગયો. પ્રશાંત ભુષણે સોમવારે નિવેદન દાખલ કરતાં કહ્યું કે, ત ઓ માફી નહીં માંગે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે પ્રશાંત ભૂષણની વિરુદ્ધ 2009ના અનાદરના કેસને 10 સપ્ટેમ્બરે અન્ય બેન્ચની સમક્ષ લિસ્ટેડ કર્યો. તેઓએ CJIને અનુરોધ કર્યો કે તેને યોગ્ય બેન્ચને આપવામાં આવે.

2009માં લખવામાં આવેલા લેખના મામલમાં પ્રશાંત ભૂષણની વિરુદ્ધ સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણના વકીલ રાજીવ ધવને આ કેસને બંધારણીય બેન્ચમાં મોકલવાની માંગ કરી. તેની પર જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે આ કસસમાં આ એક મૂંઝવણભર્યો સવાલ છે કે શું સ્વયં ઉઠાવવામાં આવેલા મામલામાં આવું કરી શકાય છે?


મંગળવારે સુનાવણી શરૂ થતાં પહેલા, બાર એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI)એ કોર્ટના અનાદર માટે દોષી ઠેરવેલા પ્રશાંત ભૂષણનું સમર્થન કરતાં મંગળવારે કહ્યું કે, આવા સમયમાં જ્યારે નાગરિક મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે તો ટીકાકારોથી નારાજ થવાને બદલે તેમને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટનું કદ વધશે. BAIએ એક નિવેદનમાં કહ્યું કે, ભારતની સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાને બે ટ્વિટ ખરાબ ન કરી શકે.

નોંધનીય છે કે, કોર્ટના અનાદરના ગુનામાં પ્રશાંત ભૂષણને મહત્તમ 6 મહિના સુધી કેદ કે બે હજાર રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

આ પણ વાંચો, 30 હજાર રૂપિયા સુધીના પગારદારો માટે સરકાર કરી શકે છે મોટી જાહેરાત, મળશે અનેક ફાયદા

બે ટ્વિટ માટે કોર્ટના અનાદરના દોષી ઠેરવાયા

પ્રશાંત ભૂષણે કોર્ટના અનાદર મામલામાં દાખલ પોતાના પૂરક નિવેદનમાં કહ્યું કે, પાખંડપૂર્ણ ક્ષમા યાચના મારા અંતરાત્મા અને એક સંસ્થાનનું અપમાન સમાન હશે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને આ બે ટ્વિટ માટે ન્યાયતંત્રના અપરાધિક અનાદરના દોષી ઠેરવ્યા છે. પ્રશાંત ભૂષણે કહ્યું કે કોર્ટના અધિકારી રૂપે તેમનું માનવું છે કે જ્યારે પણ તેમને લાગે છે કે સંસ્થા પોતાના સ્વર્ણિક રેકોર્ડથી ભટકી રહી છે તો તે વિશે અવાજ ઉઠાવવો તેમનું કર્તવ્ય છે.

આ પણ વાંચો, શશિ થરૂરના ઘરે 5 મહિના પહેલા કૉંગ્રેસ હાઇકમાન્ડને પત્ર લખવાનું થયું હતું પ્લાનિંગઃ રિપોર્ટ

પ્રશાંત ભૂષણે કહ્યું કે, તેથી મેં મારા વિચાર સારી ભાવનામાં વ્યક્ત કર્યા, ન કે સુપ્રીમ કોર્ટ કે કોઈ ન્યાયાધીશ વિેશેષને બદનામ કરવા માટે, પરંતુ રચનાત્મક ટીકા રજુ કરવા માટે બંધારણના અભિભાવક અને જનતાના અધિકારીના રક્ષકના રૂપમાં મારી દીર્ઘકાલીન ભૂમિકાથી તેને કોઈ ભટકી જવાથી રોકી શકાય.
તેઓએ કહ્યું કે, મારા ટ્વિટ આ સદભાવનાના વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે જેમને હું હંમેશા અપનાવું છું. આ સંસ્થાઓ વિશે હું સાર્વજનિક અભિવ્યક્તિ એક નાગરિક તરીકે ઉચ્ચ ફરજ અને આ ન્યાયતંત્રના વફાદાર અધિકારીના અનુરૂપ છે. તેથી આ વિચારોની અભિવ્યક્તિ માટે સશર્ત કે શરત વગર ક્ષમા યાચના કરવી પાખંડ હશે. ભૂષણે વધુમાં કહ્યું કે, ક્ષમા યાચના માત્ર ઔપચારીકતા જ ન હોઈ શકે પરંતુ તે પૂરી ગંભીરતા સાથે કરવી જોઈએ.
First published:

Tags: CJI, Contempt of court, Prashant bhushan, Supreme Court, Tweet