પ્રણવ મુખર્જીની તબિયતમાં થયો સુધારો, દીકરા અભિજીતે કહ્યું- તેઓ ટૂંક સમયમાં આપણી વચ્ચે હશે

અભિજીત મુખર્જીએ કહ્યું કે, ભગવાનની કૃપા અને આપ સૌની શુભકામનાઓની સાથે મારા પિતાની તબિયત પહેલાથી સારી છે

અભિજીત મુખર્જીએ કહ્યું કે, ભગવાનની કૃપા અને આપ સૌની શુભકામનાઓની સાથે મારા પિતાની તબિયત પહેલાથી સારી છે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab mukherjee)ની તબિયતને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. તેમના બ્રેઇનની સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર છે. તેમની સારવાર દિલ્હી સ્થિત આર્મી હૉસ્પિટલ (R&R Hospital)માં ચાલી રહી છે. હવે તેમના દીકરા અભિજીત મુખર્જી (Abhijit Mukherjee)એ જાણકારી આપી છે કે તેમની તબિયતમાં પહેલાથી સુધાર જોવા મળી રહ્યો છે.

  અભિજીત મુખર્જી અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત પહેલાથી ઘણી સારી છે અને તેમની તબિયત હાલમાં સ્થિર છે. અભિજીતે જણાવ્યું કે, શનિવારે હું મારા પિતાની ખબર કાઢવા હૉસ્પિટલ ગયો હતો. ભગવાનની કૃપા અને આપ સૌની શુભકામનાઓની સાથે તેમની તબિયત પહેલાથી સારી છે. તેઓ સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે કે તેઓ ટૂંક સમયમાં આપણી વચ્ચે પરત ફરશે.


  આ પણ વાંચો, Fact Check: પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ 5 લાખ રૂપિયા આપી રહી છે સરકાર?

  આ પહેલા ડૉક્ટરોએ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યની સ્થિતિની જાણકારી આપી હતી. હૉસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તેમના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો અને તેમને વેન્ટીલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમની તબિયત હાલમાં સ્થિર છે. વિશેષજ્ઞોની એક ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે.


  આ પણ વાંચો, Mutual Fundsમાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર, હવે ઘટી શકે છે આપનો નફો

  નોંધનીય છે કે, પ્રણવ મુખર્જીને સોમવારે આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા તેમની કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: