પ્રણવ મુખર્જીની તબિયત વધુ બગડી, ફેફસામાં ઇન્ફેક્શનના કારણે આવ્યો સેપ્ટિક શૉક

સૈન્ય હૉસ્પિટલનું કહેવું છે કે પ્રણવ મુખર્જી હાલમાં ફેફસાના ઇન્ફેક્શનના કારણે સેપ્ટિક શૉકમાં છે

સૈન્ય હૉસ્પિટલનું કહેવું છે કે પ્રણવ મુખર્જી હાલમાં ફેફસાના ઇન્ફેક્શનના કારણે સેપ્ટિક શૉકમાં છે

  • Share this:
    નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ની તબિયત રવિવારની તુલનામાં સોમવારે બગડી ગઈ છે. તેમની સ્વાસ્થ્ય સ્થિતિમાં ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ સૈન્ય હૉસ્પિટલનું કહેવું છે કે પ્રણવ મુખર્જી હાલમાં ફેફસાના ઇન્ફેક્શનના કારણે સેપ્ટિક શૉકમાં છે. તેમની સારવાર સતત વેન્ટિલેટર પર ચાલી રહી છે. તેઓ ઊંડા કોમામાં છે. દિલ્હી સ્થિત આર્મી હૉસ્પિટલ (રિસર્ચ એન્ડ રેફરલ)માં દાખલ પ્રણવ મુખર્જીના હેલ્થ બુલેટિનમાં હૉસ્પિટલે કહ્યું છે કે તેમની દેખરેખ સ્પેશલિસ્ટ ડૉક્ટરોની ટીમ કરી રહી છે.

    આ પહેલા, દિલ્હી સ્થિત સૈન્ય હૉસ્પિટલે તેમના હેલ્થ બુલેટિનમાં રવિવારે જાણકારી આપી હતી કે પ્રણવ મુખર્જીના ફેફસામાં ઈન્ફેક્શનની સારવાર ચાલી રહી છે. તેઓ હીમોડાયનેમિકલી સ્થિર છે. સ્પેશલિસ્ટ ડૉક્ટરોની ટીમ સતત તેમની પર નજર રાખી રહી છે. તેમની સારવાર વેન્ટિલેટર પર ચાલી રહી છે. તેઓ હજુ પણ ઊંડા કોમામાં છે.


    આ પણ વાંચો, ગૃહ મંત્રી અમિત શાહે કોરોનાને સંપૂર્ણપણે આપી મ્હાત, AIIMSથી થયા ડિસ્ચાર્જ

    નોંધનીય છે કે, 84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે દિલ્હી છાવણીની આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. બ્રેઇજમાં જમા લોહીના જથ્થાને કાઢવા માટે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેઓ કોમામાં છે. ઓપરેશન પહેલા તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પણ પુષ્ટિ થઈ હતી.

    આ પણ વાંચો, દિવાળી સુધીમાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે, વર્ષના અંતમાં મળી જશે પહેલી વેક્સીનઃ સ્વાસ્થ્ય મંત્રી

    પ્રણવ મુખર્જીએ 10 ઓગસ્ટે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અન્ય કારણોથી હૉસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં આજે કોવિડ-19 તપાસમાં સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. હું વિનંતી કરું છું કે જે લોકો પણ છેલ્લા એક સપ્તાહમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ આઇસોલેશનમાં રહે અને કોવિડ-19ની તપાસ કરાવે.
    Published by:Mrunal Bhojak
    First published: