પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી, ફેફસામાં ઇન્ફેક્શનના સંકેતઃ હૉસ્પિટલે જાહેર કર્યું હેલ્થ બુલેટિન

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની ફાઇલ તસવીર

બ્રેઇન સર્જરી બાદ પ્રણવ મુખર્જીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે, ડૉક્ટરોની વિશેષ ટીમ રાખી રહી છે નજર

  • Share this:
    નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ર્iપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ની તબિયત વધુ લથડી છે. હૉસ્પિટલ તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં જાણકારી આપવામાં આવી છે કે પ્રણવ મુખર્જીના ફેફસામાં હવે ઇન્ફેક્શન થવાના સંકેત જોવા મળી રહ્યા છે. તેમની સારવાર સતત વેન્ટિલેટરની મદદ સાથે થઈ રહી છે. ડૉક્ટરોની વિેશેષ ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે.

    નોંધનીય છે કે, 84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે દિલ્હી છાવણીની આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. બ્રેઇજમાં જમા લોહીના જથ્થાને કાઢવા માટે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેઓ કોમામાં છે. ઓપરેશન પહેલા તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પણ પુષ્ટિ થઈ હતી.


    આ પણ વાંચો, પાકિસ્તાનનું આવું અપમાન ક્યારેય નથી થયું, કેમ નારાજ છે સઉદી પ્રિન્સ સલમાન?

    મંગળવારે પણ હૉસ્પિટલથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર નથી. તેઓ હજુ પણ વેન્ટિલેટર પર છે અને તેમના મુખ્ય અંગોની સ્થિતિ સ્થિર છે. પ્રણવ મુખર્જી વર્ષ 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા.


    આ પણ વાંચો, SBI ગ્રાહકો માટે અલર્ટ! બેન્કે બદલી દીધા નાણા જમા કરાવવા-ઉપાડવાના 4 મોટા નિયમ

    પ્રણવ મુખર્જીએ 10 ઓગસ્ટે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અન્ય કારણોથી હૉસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં આજે કોવિડ-19 તપાસમાં સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. હું વિનંતી કરું છું કે જે લોકો પણ છેલ્લા એક સપ્તાહમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ આઇસોલેશનમાં રહે અને કોવિડ-19ની તપાસ કરાવે.
    Published by:Mrunal Bhojak
    First published: