પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું (Pranab mukherji) 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ (pranab Mukherji died) બ્રેઇન સર્જરી બાદ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ (આર એન્ડ આર) હોસ્પિટલે મગજની સર્જરી કરાવ્યાના (brain sugery of pranab mukherji) એક દિવસ બાદ મંગળવારે આ નિવેદન આપીને જણાવ્યું હતું કે તેમનું નિધન થયું છે. 84 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.પ્રણબ મુખર્જીને સોમવારે તબિયત (Health of pranab mukherji) નાજૂક જણાતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજની સર્જરી કરાવ્યા પહેલાં પ્રણબ મુખર્જીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
પ્રણવ મુખર્જીના નિધન બાદ વડાપ્રધાન મોદીએ અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યુ હતું. પીએમ મોદીએ પ્રણવ મુખર્જીના ચરણ સ્પર્શ કરતી તસવીર ટ્વીટર પર મૂકીને પોતાના દિલની વાત કહી હતી. તેમણે લખ્યું કે ' ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીના નિધન અંગે દેશને શોક છે. તેમણે આપણા રાષ્ટ્રનાં વિકાસના માર્ગ પર એક અસીલ છાપ છોડી દીધી છે. એક વિદ્વાન, સમાનતા, એક પ્રચંડ રાજકારણી, તમામ રાજકીય ફલક અને વિચારાધારાઓ અને સમાજના તમામ વર્ગ દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવતી હતી'
India grieves the passing away of Bharat Ratna Shri Pranab Mukherjee. He has left an indelible mark on the development trajectory of our nation. A scholar par excellence, a towering statesman, he was admired across the political spectrum and by all sections of society. pic.twitter.com/gz6rwQbxi6
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે ' ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીનાં નિધન પર ગમગીની. તેઓ એક ખૂબ જ અનુભવી નેતા હતા જેમણે દેશની ખૂબ જ નિષ્ઠાથી સેવા કરી હતી. પ્રણવ દાની પ્રતિષ્ઠિત કારકિર્દી સમગ્ર દેશ માટે ખૂબ ગૌરવની વાત છે.'
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું કે 'ખૂબ જ દુખની સાથે, રાષ્ટ્રને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના દુર્ભાગ્યપૂર્ણ અવસાનના સમાચાર પ્રાપ્ત થયા છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશ સાથે જોડાઉં છું. આ સમાચારથી શોક પામેલા કુટુંબો અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરૂં છું.
" isDesktop="true" id="1020240" >
પ્રણવ મુખરજીને 10 ઓગસ્ટે દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે બ્રેનથી ક્લૉટિંગ હટાવવા માટે ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. આ પછી તેમની સ્થિતિ ગંભીર બનેલી હતી. તેમણે 10 તારીખે કોરોના પોઝિટવ હોવાની વાત કહી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર