પ્રમોદ સાવંત બનશે ગોવાના નવા સીએમ, સુદીન ધવલીકર અને વિજય સરદેસાઈ ડિપ્ટી સીએમ

પ્રમોદ સાવંત, સુદીન અને વિજય સરદેસાઈ આજે રાત્રે જ પદના શપથ લેશે

News18 Gujarati
Updated: March 18, 2019, 6:40 PM IST
પ્રમોદ સાવંત બનશે ગોવાના નવા સીએમ, સુદીન ધવલીકર અને વિજય સરદેસાઈ ડિપ્ટી સીએમ
પ્રમોદ સાવંત (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: March 18, 2019, 6:40 PM IST
પણજી :  મુખ્યમંત્રી મનોહર પારિકરના નિધન બાદ ગોવામાં ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે બીજેપીએ ગોવા માટે નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બનશે. સાવંત હાલ ગોવા વિધાનસભાના સ્પિકર પદે બિરાજમાન છે.

રાજ્યમાં બે ઉપ મુખ્યમંત્રી હશે. સુદીન ધવલીકર અને વિજય સરદેસાઈ બંને ઉપ મુખ્યમંત્રી બનશે. પ્રમોદ સાવંત, સુદીન અને વિજય સરદેસાઈ આજે રાત્રે જ નવા પદના શપથ લેશે.

બીજેપી તરફથી સીએમ પદ માટે પ્રમોદ સાવંદ અને વિશ્વજીત રાણેના નામ સૂચવવામાં આવ્યા હતા. પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના અધ્યક્ષ તો વિશ્વજીત રાણે મનોહર પારિકર કેબિનેટમાં સ્વાસ્થ્ય મંત્રી છે. તેઓ કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા હતા.  ગોવાના રાજકારણમાંપ્રમોદ સાવંતનીપકડ સારી છે. આ જ કારણે તેમના નામ પર અંતિમ મહોર મારવામાં આવી હતી.

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કરી રાજ્યપાલ સાથે મુલાકાત

આ પહેલા કોંગ્રેસે મનોહર પારિકરના નિધન બાદ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ મૃદુલા સિંહા સાથે મુલાકાત કરીને વિધાનસભ્યોના નામ સોંપ્યા હતા. શનિવારે મનોહર પારિકરની તબીયત વધારે ખરાબ હોવાને કારણે કોંગ્રેસે રાજ્યપાલ સામે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલે તેના પત્રનો કોઈ જવાબ ન આપ્યો અને તેમના મળવા માટેનો સમય પણ ન આપ્યો.
First published: March 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...