ન્યૂઝ18 ગુજરાતી : મનોહર પારિકરના નિધન બાદ ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતને ગોવાના મુખ્યમંત્રી બન્યા છે. સાવંતે સોમવારે રાત્રે બે વાગ્યે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની સાથે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના (એમજીપી) સુધીન ધનલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
46 વર્ષના સાવંત આરએસએસ કેડરથી આવતા ગોવાના બીજેપીના એકમાત્ર ધારાસભ્ય છે. આ પહેલા તેઓ પાર્ટીના પ્રવક્તા તેમજ ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા.
સાવંતનો શપથ ગ્રહણ સમારંભ સોમવારે રાત્રે 11 વાગ્યે યોજાવાનો હતો પરંતુ સાથી પક્ષોની ખેંચતાણને કારણે શપથ ગ્રહણ સમારંભ મોડો યોજાયો હતો. આખરે રાત્રે બે વાગ્યે બે નાયબ મુખ્યમંત્રી અને નવ મંત્રી સાથે સાવંતે સીએમ પદના શપથ લીધા હતા.
આ મંત્રીઓમાં એમજીપીના સુદીન ધાવલિકર અને મનોહર અજગાંવકર ઉપરાંત ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઇલ, વિનોદ પાલીકર અને જયેશ સલગાંવકર સામેલ છે. જ્યારે બીજેપીના મૌવિન ગોહિન્દો, વિશ્વજીત રાણે, મિલિંદ નાઇક અને નિલેશ નાઇકનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ ગોપનિયતાના શપથ લીધા હતા. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય રોહન ખવંટે અને ગોવિંદ ગાવડેએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.
પ્રમોદ સાવંદ ઉત્તર ગોવાની સૈનક્કલિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે. તેમને પારિકરના નજીકના માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર