Home /News /national-international /

પ્રમોદ સાવંત આજે લેશે GOAનાં મુખ્યમંત્રી પદનાં શપથ, PM મોદી અને રાજનાથ સિંહ રહેશે હાજર

પ્રમોદ સાવંત આજે લેશે GOAનાં મુખ્યમંત્રી પદનાં શપથ, PM મોદી અને રાજનાથ સિંહ રહેશે હાજર

પ્રમોદ સાવંત લેશે આજે ગોવાનાં CM પદનાં શપથ

Goa Swearing-in Ceremony: શપથ ગ્રહણ સમારંભ રાજધાની પણજીનાં ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં સવારે 11 વાગે થશે. જેમાં 10,000થી વધુ લોકો શામેલ થવાની સંભાવના છે. સરકારનાં એક પ્રવક્તાએ જણાવ્યું કે, આ સમારંભમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. રાજ્યમાં શપથ ગ્રહણ સમારંભનાં પ્રસારણ વિભિન્ન સમાચાર ચેનલનાં માધ્યમથી કરવામાં આવશે.

વધુ જુઓ ...
    પણજી (PTI): પ્રમોદ સાવંત સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓની ઉપસ્‌થિતિમાં સતત બીજી વખત ગોવાનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. હાલમાં સંપન્ન 40 સભ્યો વાળી ગોવા વિધાનસબા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ 20 સીટ જીતી હતી. કોંગ્રેસે 11 અને આમ આદી પાર્ટીએ 2 સીટ જીતી હતી. ગોવા ફોરવર્ડ પાર્ટી અને રેવોલ્યૂશનરી ગોવંસ પાર્ટીનાં ખાતામાં 1-1 સીટ આવી હતી. આ ઉપરાંત એજીપી પાસે 2 અને 3 અપક્ષ નેતા જીત્યાં હતાં.

    શપથ ગ્રહણ સમારંભ રાજધાની પણજીનાં ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં સવારે 11 વાગે થશે. જેમાં 10,000થી વધુ લોકો શામેલ થવાની સંભાવના છે. સરકારનાં એક પ્રવક્તાએ જણાવ્યું કે, આ સમારંભમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. રાજ્યમાં શપથ ગ્રહણ સમારંભનાં પ્રસારણ વિભિન્ન સમાચાર ચેનલનાં માધ્યમથી કરવામાં આવશે.

    જોકે, સોમવારે શપથ ગ્રહણ કરનારા અન્ય કેબિનેટ મંત્રીઓની સંખ્યા અંગે ભાજપ અત્યાર સુધી મૌન છે. જ્યારે પ્રમોદ સાવંતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે પીટીઆઈ-ભાષાને કહ્યું, "તમને તેના વિશે જાણવા મળશે. અત્યારે મને ખબર નથી કે કેટલા મંત્રીઓ શપથ લેશે. ગોવાના કેબિનેટમાં મુખ્યમંત્રી સિવાય કુલ 11 મંત્રીઓ હોઈ શકે છે.

    આ પણ વાંચો-Bharat Bandh: 28-29 માર્ચે રહેશે ભારત બંધ, 7 પોઇન્ટમાં જાણો તમારા પર શું થશે અસર

    આ બીજી વખત હશે જ્યારે ગોવાના સીએમ રાજભવન સંકુલની બહાર શપથ લેશે.
    આ બીજી વખત હશે જ્યારે ગોવાના મુખ્યમંત્રી રાજભવન સંકુલની બહાર શપથ લેશે. મનોહર પર્રિકરે 2012માં રાજ્યની રાજધાની પણજીના કેમ્પલ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે સમયે ભાજપ ગૃહમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ 29 માર્ચથી નવી વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવ્યું છે, જે દરમિયાન પ્રમોદ સાવંતે વિશ્વાસ મત મેળવવો પડશે.

    તેમણે કહ્યું કે સત્ર દરમિયાન એસેમ્બલીના નવા સ્પીકર પણ ચૂંટવામાં આવશે, જે બિલ પસાર કરશે અને એકાઉન્ટ પર વોટ સહિત અનેક કાયદાકીય કાર્યો કરશે. કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષે ધારાસભ્ય એલેક્સો સિક્વેરાને અધ્યક્ષ પદ માટે નામાંકિત કર્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યની ચૂંટણીઓમાં, ભાજપે 20 બેઠકો જીતી હતી, જે 40 સભ્યોનાં ગૃહમાં બહુમતી માટે એક બેઠક ઓછી હતી.

    મનોહર પર્રિકરના અકાળ અવસાન બાદ પ્રમોદ સાવંત મુખ્યમંત્રી બન્યા હતા
    ભાજપને 3 અપક્ષ ધારાસભ્યો અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના 2 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે. પ્રમોદ સાવંત (48) ઉત્તર ગોવાના સાંખલિમથી ધારાસભ્ય છે. વર્ષ 2017 માં, જ્યારે ભાજપે મનોહર પર્રિકરના નેતૃત્વમાં તેની સરકાર બનાવી, ત્યારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. મનોહર પર્રિકરના અકાળે અવસાન પછી માર્ચ 2019માં તેમણે પ્રથમ વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પ્રમોદ સાવંત વ્યવસાયે આયુર્વેદ ડોક્ટર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Pramod Sawant, Sapath Samarabh, ગોવા, પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ

    આગામી સમાચાર