Home /News /national-international /મુસ્લિમ છોકરીઓ ફસાવો, નોકરી અને સુરક્ષા અમે આપીશું: શ્રી રામ સેનાના વડાનું વિવાદિત નિવેદન
મુસ્લિમ છોકરીઓ ફસાવો, નોકરી અને સુરક્ષા અમે આપીશું: શ્રી રામ સેનાના વડાનું વિવાદિત નિવેદન
pramod muthalik
PRAMOD MUTHALIK: શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે કહ્યું હતું કે, સ્થિતિ આજે પણ એવી જ છે. લવ જેહાદમાં અમારી છોકરીઓનું શોષણ થાય છે. દેશભરમાં હજારો છોકરીઓને પ્રેમના નામે છેતરવામાં આવે છે. આપણે તેમને ચેતવણી આપવી જોઈએ.
કર્ણાટકમાં વારંવાર વિવાદોમાં ઘેરાયેલા શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે લવ જેહાદનો બદલો લેવા માટે હિંદુ યુવકોને મુસ્લિમ યુવતીઓ ફસાવવા કહ્યું છે. મુથાલિકે આવું કરનારાઓને સુરક્ષા અને રોજગાર આપવાની ખાતરી પણ આપી હતી. કર્ણાટકના બાગલકોટમાં લોકોની ભીડમાં ભાષણ આપતા પ્રમોદ મુથાલિકે કહ્યું હતું કે, સ્થિતિ આજે પણ એવી જ છે. લવ જેહાદમાં અમારી છોકરીઓનું શોષણ થાય છે. દેશભરમાં હજારો છોકરીઓને પ્રેમના નામે છેતરવામાં આવે છે. આપણે તેમને ચેતવણી આપવી જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રમોદ મુથાલિકે કહ્યું કે, છોકરીઓને કેવી રીતે લલચાવવી એ અમે પણ જાણીએ છીએ, હું પોતે નથી જાણતો. હું અહીંના યુવાનોને આમંત્રિત કરવા માંગુ છું. જો આપણે એક હિંદુ છોકરી ગુમાવીએ તો દસ મુસ્લિમ છોકરીઓને ફસાવી જોઈએ. જો તમે આમ કરો છો તો શ્રી રામ સેના તમારી જવાબદારી લેશે અને તમામ પ્રકારની સુરક્ષા અને રોજગાર આપશે. એવો આરોપ છે કે, પ્રમોદ મુથાલિક કટ્ટર દક્ષિણપંથી સંગઠન ચલાવે છે અને પોતાના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે ઘણીવાર સમાચારોમાં રહે છે.
શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે થોડા મહિના પહેલા જ કહ્યું હતું કે તેઓ અને 25 'કટ્ટરપંથી' હિન્દુવાદીઓ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડશે. મુથાલિકે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી લડવાનો વાસ્તવિક હેતુ હિંદુઓની સુરક્ષા કરવાનો છે. તેમણે સત્તાધારી ભાજપ પર આરોપ લગાવ્યો કે માત્ર હિન્દુઓના સમર્થનથી સત્તામાં આવેલી ભાજપ હિન્દુ સમુદાય અને હિન્દુત્વની રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. મુથાલિકે કહ્યું હતું કે જે લોકો ભાજપમાંથી ચૂંટણી જીતે છે તેઓ કંઈ ખાસ કરી શક્યા નથી. તેથી જ કર્ણાટકમાં કટ્ટરપંથી હિંદુવાદીઓએ 2023ની વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
પ્રમોદ મુથાલિકે કહ્યું કે, આપણી પરંપરાઓમાં દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષા માટે પોતાના ઘરમાં તલવાર રાખવી જોઈએ. પોલીસ આ અંગે કંઈ કહે તો કહે કે મા દુર્ગાના હાથમાં પણ તલવાર છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ ગણાવ્યા અને કહ્યું કે તેઓ અહીં વડાપ્રધાનની વિચારધારાને સામે લાવવા માટે આવ્યા છે.
વિવાદોમાં રહે છે પ્રમોદ મુથાલિક
પ્રમોદ મુથાલિક આ પહેલા પણ ઘણી વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. તેમણે વર્ષ 2018માં કર્ણાટકમાં બૂદ્ધિજીવીઓની હત્યાની સરખામણી 'કૂતરાનાં મોત' સાથે કરી હતી. તે જ સમયે, 2009 માં મેંગલોર પબ હુમલામાં મુથાલિકનું નામ સામે આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની વિરુદ્ધ અલગ-અલગ 45થી વધુ કેસ નોંધાયેલા છે. 2010માં તેણે વેલેન્ટાઈન ડેનો પણ જોરદાર વિરોધ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર