Home /News /national-international /અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રકાશ રાજની ચૂટકી, કહ્યું- "રૂપિયો પડશે તો કહીશું કે, ભગવાનની માયા"

અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રકાશ રાજની ચૂટકી, કહ્યું- "રૂપિયો પડશે તો કહીશું કે, ભગવાનની માયા"

અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રકાશ રાજની ચૂટકી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને ભારતીય ચલણ પર મહાત્મા ગાંધીની સાથે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની તસવીર છાપવાની કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે. તેમના આ નિવેદન પર ભાજપે તેમને ઘેર્યા હતા, હવે સિનેમાના કલાકારો પણ જોડાયા છે. કેજરીવાલ પર નિશાન સાધતા અભિનેતા પ્રકાશ રાજે કહ્યું કે,... અને જ્યારે રૂપિયો નીચે પડશે ત્યારે આપણે કહી શકીએ કે, બધી ભગવાનની માયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ હાલમાં જ ભારતીય ચલણી નોટોને લઈને આપેલા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે અનોખી માંગ કરી છે. કેજરીવાલે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મૂક્યો કે ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની સાથે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની તસવીર પણ છાપવામાં આવે. તેમના મતે આનાથી દેશની અર્થવ્યવસ્થા સુધરશે અને ભગવાનના આશીર્વાદ પણ રહેશે. દિલ્હીના સીએમ પોતાના નિવેદન બાદ વિવાદોમાં ફસાયા છે. આ નિવેદનને લઈને બીજેપી તેમને ઘેરી રહી છે, હવે સિનેમાના કલાકારો પણ આ વિવાદમાં જોડાયા છે. સિંઘમ ફેમ એક્ટર પ્રકાશ રાજે પણ આ નિવેદન પર ઝાટકણી કાઢી છે.

    તેમની ફિલ્મોની સાથે સાથે, પ્રકાશ રાજ ટ્વિટર પર જસ્ટ આસ્કિંગ હેશટેગ માટે પણ સમાચારમાં છે. ઘણીવાર તે રાજકારણીઓને સવાલો કરે છે અને તેમને ઘેરવાનો પ્રયાસ કરે છે. આ વખતે પ્રકાશ રાજે કેજરીવાલ પર નિશાન સાધ્યું અને ભારતીય ચલણને લઈને તેમના નિવેદનને લઈને એક ટ્વિટ કર્યું હતું. ટ્વીટની સાથે તેણે એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં અરવિંદ કેજરીવાલનું કાર્ટૂન જોવા મળી રહ્યું છે. કાર્ટૂનમાં અરવિંદ કેજરીવાલ હાથમાં એક પુસ્તક પકડેલા જોવા મળે છે, જેના પર મા લક્ષ્મીનો ફોટો બનેલો છે. ટ્વીટ કરતી વખતે, પ્રકાશે કેપ્શનમાં લખ્યું, '...અને જ્યારે રૂપિયો નીચે પડશે, ત્યારે આપણે કહી શકીએ કે, બધી ભગવાનની માયા છે.'

    આ પણ વાંચો: નોટો પર અલ્લાહને પણ સામેલ કરો..., કેજરીવાલના નિવેદન પર ભાજપ બાદ કોંગ્રેસની ટકોર

    તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અપીલ કરવા માંગુ છું કે મહાત્મા ગાંધીની સાથે ગણેશજી અને મા લક્ષ્મીની તસવીર પણ અમારી નવી નોટો પર છાપવામાં આવે. તેણે આગળ કહ્યું, 'જ્યારે હું દિવાળી પર પૂજા કરી રહ્યો હતો, ત્યારે મારા મનમાં આ લાગણી આવી. જો ઈન્ડોનેશિયા તેની નોટ પર ગણેશજીની તસવીર લગાવી શકે છે તો આપણે કેમ નહીં?'
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Arvind kejrival, Indian currency, Prakash Raj

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन