રજનીકાંતની ફિલ્મ 'કાલા' પર પ્રતિબંધ, પ્રકાશ રાજ બોલ્યા- ન રોકાવી જોઇએ રિલીઝ

News18 Gujarati
Updated: June 4, 2018, 2:45 PM IST
રજનીકાંતની ફિલ્મ 'કાલા' પર પ્રતિબંધ, પ્રકાશ રાજ બોલ્યા- ન રોકાવી જોઇએ રિલીઝ
રજનીકાંતે કાવેરી જલ વિવીદ પર એક નિવેદન આપ્યુ છે. તેણે કહ્યું કે, કાવેરી ન દીથી તમિલનાડુને મળનારા પાણી માત્રા ઓછામાં ઓચી સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ હોવી જોઇએ

રજનીકાંતે કાવેરી જલ વિવીદ પર એક નિવેદન આપ્યુ છે. તેણે કહ્યું કે, કાવેરી ન દીથી તમિલનાડુને મળનારા પાણી માત્રા ઓછામાં ઓચી સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ હોવી જોઇએ

  • Share this:
હૈદરાબાદ: રજનીકાંતની ફિલ્મ 'કાલા' પર કર્ણાટકમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ફિલ્મ એક્ટર પ્રકાશ રાજે આ પ્રતિબંધનો વિરોધ કરતાં ટ્વિટ કરી છે. તેણે સવાલ કર્યો છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હમેશાં કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. સાથે જ તેણે પ્રદેશ સરકારને કઠેડામાં ઢસેડતા સવાલ પણ ઉઠાવ્યા છે કે, 'કાલા'ની સાથએ પણ એવું જ કરશે જેવું 'પદ્માવત' સાથે કર્યુ હતું.

પ્રકાશ રાજે તેમની ટ્વિટમાં લખ્યું છે કે, કાવેરી સમસ્યાને ફિલ્મ સાથે શું લેવા દેવા છે. હમેશાં આવા કિસ્સાઓમાં ફિલ્મોને જ ટારગેટ કરવામાંઆવે છે. શું JDS અન કોંગ્રેસનાં લોકો કાયદો પોતાનાં હાથમાં લેવા દેશે. જેમ ભાજપે 'પદ્માવત' સમયે કર્યુ હતું. પછી તે સામાન્ય લોકોને આશ્વસ્ત કરશે. અને તેમને પસંદગીનો અધિકાર આપશે.

આપને જણાવી દઇએ કે ફિલ્મ 'કાલા' 7 જૂનનાં રોજ રિલીઝ થવાની છે. રજનીકાંતની ફિલ્મને લઇને દક્ષિણ ભારતમાં ભારે ક્રેઝ હોય છે. તેને જોતા જ સમજવું મુશ્કેલ નથી કે ફિલ્મી રિલીઝ ડેટ ટળવાથી ઘણું નુક્શાન થશે. પા રંજીતનાં નિર્દેશનમાં બનનારી આ ફિલ્મને પ્રોડ્યુસ ધનુષે કરી છે. ફિલ્મમાં રંજનીકાંતનું કેરેક્ટર ઝોપડપટ્ટીમાં રહેનારા લોકોનાં લીડરનું છે. જે એક ગેન્ગસ્ટર બની જાય છે.રજનીકાંતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, હું નથી જાણતો કે ફિલ્મ પર પ્રતિબંધ પાછળ શું કારણ છે. KFCC (કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ) સાઉથ ઇન્ડિયન ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સનો ભાગ છે અને મને લાગે છે કે તે આમા દખલ દેશે અને એક સારો ઉકેલ સામે આવશે.

શું છે આખો મામલો
થોડા દિવસ પહેલાં જ રજનીકાંતે કાવેરી જલ વિવીદ પર એક નિવેદન આપ્યુ છે. તેણે કહ્યું કે, કાવેરી ન દીથી તમિલનાડુને મળનારા પાણી માત્રા ઓછામાં ઓચી સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ હોવી જોઇએ. રાજ્ય સરકારને સમીક્ષા અરજી દાખલ કરવી જોઇએ. તે બાદ KFCC (કર્ણાટક ફિલ્મ ચમ્બર ઓફ કોમર્સ) એ રાજ્યમાં હાલમાં ફિલ્મો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. 10 જૂથનાં કન્નડ ફિલ્મ કાઉન્સિલથી ફિલ્મને બેન કરવાની માંગણી હતી પણ કાવેરી મામલે રજીકાંતનાં નિવેદથી તેઓ અસંતુષ્ટ છે.

First published: June 4, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading