કોંગ્રેસનું ગાયબ થવું, દિલ્હીમાં બીજેપીના પરાજયનું કારણ : પ્રકાશ જાવડેકર

News18 Gujarati
Updated: February 14, 2020, 11:12 PM IST
કોંગ્રેસનું ગાયબ થવું, દિલ્હીમાં બીજેપીના પરાજયનું કારણ : પ્રકાશ જાવડેકર
કોંગ્રેસનું ગાયબ થવું, દિલ્હીમાં બીજેપીના પરાજયનું કારણ : પ્રકાશ જાવડેકર

2019ની લોકસભા ચૂંટણીમાં 26 ટકા વોટ મેળવનાર કોંગ્રેસ દિલ્હી વિધાનસભામાં ફક્ત 4 ટકા વોટ મેળવી શકી - પ્રકાશ જાવડેકર

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar)દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી હારને લઈને મોટું નિવેદન કર્યું છે. પૂણેમાં શુક્રવારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનું અચાનક ગાયબ થઈ જવું દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election) બીજેપીના પરાજયનું કારણ છે. તેમણે પોતાની વાતના સમર્થનમાં તર્ક આપ્યો હતો કે તેનાથી બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થઈ ગયો હતો. દિલ્હીમાં આપને 62 સીટો મળી છે. જ્યારે ભાજપને 8 સીટો મળી છે. કોંગ્રેસ સતત બીજા વર્ષે ખાતું ખોલાવી શકી નથી.

જાવડેકરે કહ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનો પરાજય કોંગ્રેસનું આકસ્મિક ગાયબ થવાના કારણે થયો છે. આ અલગ વિષય છે કે શું કોંગ્રેસ (પોતાની રીતે) ગાયબ થઈ કે લોકોએ ગાયબ કરી દીધી કે પછી તેમના વોટ બીજા સ્થાને ચાલ્યા ગયા. જાવડેકરે કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં 26 ટકા વોટ મેળવનાર કોંગ્રેસ દિલ્હી વિધાનસભામાં ફક્ત 4 ટકા વોટ મેળવી શકી હતી.

આ પણ વાંચો - નિર્ભયા કેસ : ન્યાયમાં વિલંબ, સુપ્રીમ કોર્ટે મોતની સજા પર ગાઇડલાઇન નક્કી કરી

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે કોંગ્રેસના ગાયબ થવાના કારણે બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થયો હતો. અમને બીજેપી માટે 42 ટકા અને આપ માટે 48 ટકા વોટ મળવાનો અંદાજો હતો. પણ અમારો અંદાજ બંને માટે 3-3 ટકા નિષ્ફળ રહ્યો હતો. અમને 39 ટકા વોટ મળ્યા જ્યારે આપને 51 ટકા વોટ મળ્યા હતા. ચૂંટણીમાં ઉતાર-ચડાવ આવ્યા કરે છે પણ બીજેપી આ વાતોને ગંભીરતાથી વિશ્લેષણ કરે છે.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर