પાકિસ્તાનના કર્યા વખાણ, સાસરીવાળાઓએ માર્યો ઢોર માર

News18 Gujarati
Updated: March 1, 2019, 8:38 PM IST
પાકિસ્તાનના કર્યા વખાણ, સાસરીવાળાઓએ માર્યો ઢોર માર
યુવક મીરજાપુરના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત હથિયારબાંઘ સ્થિત પોતાની સાસરીમાં જ રહેતો હતો

યુવક મીરજાપુરના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત હથિયારબાંઘ સ્થિત પોતાની સાસરીમાં જ રહેતો હતો

  • Share this:
મીરજાપુરના હથિયારબંધ ગામમાં ગુરૂવારે સવારે ચાની દુકાન પર ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘટનાક્રમની ચર્ચા દરમ્યાન સાસરીમાં આવેલો એક યુવક પાકિસ્તાનના વખાણ કરવા લાગ્યો. જેને લઈ ત્યાં વિવાદ ઉભો થઈ ગયો. લોકોએ તેને ઘણો સમજાવ્યો પરંતુ યુવક પાકિસ્તાનના જ વખાણ કરતો રહ્યો. જેથી ગુસ્સે તઈ ગયેલા સાસરીપક્ષના લોકોએ તેની જબરદસ્ત ધોલાઈ કરી પોલીસને હવાલે કરી દીધો.

જોકે, માફી માંગવા પર પોલીસે તેને છોડી દીધો. પ્રયોગરાજના ભારતગંજનો રહેવાસી એક યુવક મીરજાપુરના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત હથિયારબાંઘ સ્થિત પોતાની સાસરીમાં જ રહેતો હતો. સવારે ગામમાં જ આવેલી રામજીતની ચાની દુકાન પર બેસીને લોકો ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમ્યાન યુવક પાકિસ્તાનનો પક્ષ લેવા લાગ્યો.

આરોપ અનુસાર, યુવકે કહ્યું કે, પાકિસ્તાન સેના દિવસે હુમલો કરવા માટે ભારતની સીમામાં ઘુસી ગઈ. આ વાતને લઈ વિવાદ ઉભો થઈ ગયો. દુકાન પર બેઠેલા લોકોએ યુવકને ઘણો સમજાવ્યો, પરંતુ તે પોતાની વાત પર અડીખમ રહ્યો. જેને લઈ દુકાન પર હાજર રહેલા સાસરીપક્ષના લોકોએ તેની જબરદસ્ત ધોલાઈ કરી. માર માર્યા બાદ તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો. જોકે, પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ યુવકે માફી માંગી ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો.
First published: March 1, 2019
વધુ વાંચો
अगली ख़बर