Home /News /national-international /સાધ્વી પ્રજ્ઞાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- બાબરી મસ્જિદ તોડવા પર શોક શેનો?

સાધ્વી પ્રજ્ઞાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- બાબરી મસ્જિદ તોડવા પર શોક શેનો?

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર (ફાઇલ ફોટો)

સાધ્વી પ્રજ્ઞાએ શનિવારે કેમ્પેન દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામ મંદિર ચોક્કસપણે બનાવવામાં આવશે

    બાબરી મસ્જિદ તોડી પાડવાને લઈ શોક શેનો? આવું કહેવું છે ભોપાલથી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું. ભોપાલ લોકસભા સીટથી બીજેપીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ટ્વિટ કરીને કહ્યું કે રામ માત્ર અમારા જ નહીં કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક છે. ઈતિહાસ દર્શાવે છે કે મીર બાકીએ મંદિરનો આકાર બદલીને તેનું નામ બાબરી મસ્જિદ રાખ્યું અને ગુંબજોનું નિર્માણ કરાવ્યું. ત્યાં સુધી કે અવશેષ પણ મંદિરના મળ્યા. તથાકથિત મસ્જિદ પર શોક શેનો?

    ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાએ શનિવારે કેમ્પેન દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામ મંદિર ચોક્કસપણે બનાવવામાં આવશે. આ એક ભવ્ય મંદિર હશે. એ પૂછવા પર કે શું તેઓ રામ મંદિર બનાવવા માટે સમયસીમા કહી શકે છે. તો પ્રજ્ઞાએ કહ્યું કે, અમે મંદિરનું નિર્માણ કરીશું. છેવેટ, અમે માળખું (બાબરી મસ્જિદ)ને ધ્વસ્ત કરવા માટે તો ગયા હતા.

    પ્રજ્ઞા ઠાકુરનું ટ્વિટ


    સાધ્વી પ્રજ્ઞાએ બાબરી મસ્જિદ ધ્વસ્તમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ બાબરી મસ્જિદ ઉપર ચઢવાની સાથોસાથ તેને તોડવામાં પણ મદદ કરી હતી. તેઓએ કહ્યું કે, મેં માળખા પર ચઢી તેને તોડ્યું હતું. મને ગર્વ છે કે ઈશ્વરે મને તક આપી અને શક્તિ આપી અને મેં આ કામ કરી દીધું. હવે ત્યાં જ રામ મંદિર બનાવીશું.

    આ પણ વાંચો, સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન, 'બાબરી મસ્જિદ તોડી તેની પર ગર્વ છે'

    સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદનની ચૂંટણી પંચે ગંભીર નોંધ લેતા ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘનની નોટિસ ફટકારી છે. એટલું જ નહીં, મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાંતા રાવે ચેતવણી આપતા તમામ રાજકીય પાર્ટીઓને એડવાઇઝરી પણ જાહેર કરી છે, જેમાં તેઓએ કહ્યું કે, વારંવાર ચૂંટણી મોડલ કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન તથા અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવાના કારણે કડક કાર્યવાહી થઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Babri Mosque, Eci, Lok sabha election 2019, Sadhvi pragya thakur, ભોપાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन