પોર્ન એડિક્ટ હતો પ્રદ્યુમ્ન મર્ડર કેસનો આરોપી, સ્કૂલ બેગમાં રાખતો'તો ચપ્પુ

Margi | News18 Gujarati
Updated: November 9, 2017, 12:07 PM IST
પોર્ન એડિક્ટ હતો પ્રદ્યુમ્ન મર્ડર કેસનો આરોપી, સ્કૂલ બેગમાં રાખતો'તો ચપ્પુ

  • Share this:
દિલ્હી: પ્રદ્યુમ્ન મર્ડર કેસ
-આરોપી સગીરને સીબીઆઈ દ્વારા સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી કરાશે પૂછપરછ
-દિલ્હી સ્થિત જુવિનાઈલ હોલથી હત્યાના આરોપી કિશોરને લઈને નીકળી CBI ટીમ

-CBI કાર્યાલયે લાવીને આરોપીની કરાશે પૂછતાછ
-હત્યા કેસ મામલે થશે પૂછપરછ
-પાંચ વાગ્યા પછી કિશોરને પરત લાવવામાં આવશે રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલા પ્રદ્યુમ્ન મર્ડર કેસમાં પકડવામાં આવેલા વિદ્યાર્થીનો એક વર્ષથી માનસીક ઇલાજ ચાલી રહ્યું છે તે ખુબજ બદમાશ અને ઉદ્દંડ વિદ્યાર્થી છે. તેનાં સાથી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે તે નાની વાત પર પણ હમેશાં મારપીટ પર ઉતરી આવતો હતો. તેનાં બેગમાં ચાકુ લાવતો હતો એઠલું જ નહીં તે પોર્ન એડિક્ટ પણ હતો તે સ્કૂલમાં જ પોર્ન ફિલ્મો પણ જોતો હતો.

નામ જાહેર ન કરવાની શરત પર તેનાં એક સાથી વિદ્યાર્થીએ જણાવ્યું કે, આ આરોપી સગીર છે પણ તેનો માનસિક ઇલાજ ચાલી રહ્યો છે. તે ખુબજ ઉદ્દંડ વિદ્યાર્થી છે. તેનો સ્કૂલમાં વ્યવહાર પણ અશિષ્ટ છે. તે તેની ઉંમરનાં સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ ભારે છે. એટલું જ નહીં તે નાની નાની વાત પર અન્ય વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવે છે અને તે ન ભણવામાં કે ન તો રમવામાં સારો છે.

હાલમાં CBIએ સગીર આરોપીની અટકાયત કરી લીધી છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી તેની પુછપરછ કરવામાં આવશે. દિલ્હી સ્થિત જુવિનાઇલ હોલમાં તેને રાખવામાં આવ્યો હતો. જ્યાંથી પુછપરછ માટે CBIની ટીમે તેને લઇને નીકળી ગઇ છે. પાંચ વાગે તેને પરત જુવિનાઇલ હોલમાં પરત લાવવામાં આવસે.
First published: November 9, 2017, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading