PM Kisan Samman Yojana 2021: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) હેઠળ નવમા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નવમો હપ્તો (pm kisan samman nidhi 9th installment) ખેડૂતોના ખાતામાં જમા કરાવી દીધો છે. આ અગાઉ, વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ હપ્તામાં 9.75 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં આજે 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ પીએમ કિસાનનો નવમો હપ્તો ટ્રાન્સફર કર્યા બાદ દેશના ખેડૂતોને સંબોધિને કહ્યું કે, આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9.75 કરોડ ખેડૂતોને 19,509 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. થોડા દિવસ બાદ જ 15 ઓગસ્ટનો પર્વ આવવાનો છે. આ વખતે દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ મહત્ત્વપૂર્ણ પડાવ આપણા માટે ગૌરવનો વિષય તો છે જ, ઉપરાંત તે નવા સંકલ્પો, નવા લક્ષ્યોનો પણ અવસર છે. આ અવસર પર આપણે નક્કી કરવાનું છે કે આવનારા 25 વર્ષોમાં આપણે ભારતને ક્યાં જોવા માંગીએ છીએ.
અત્યાર સુધી કેટલા હપ્તા ટ્રાન્સફર કરાયા છે?
>> પહેલો હપ્તો- ફેબ્રુઆરી 2019માં >> બીજી હપ્તો- 2 એપ્રિલ, 2019ના રોજ >> ત્રીજો હપ્તો- ઓગસ્ટ 2019માં >> ચોથો હપ્તો- જાન્યુઆરી 2020માં >> પાંચમો હપ્તો- 1 એપ્રિલ, 2020ના રોજ >> છઠ્ઠો હપ્તો- 1 ઓગસ્ટ 2020ના રોજ >> સાતમો હપ્તો- ડિસેમ્બર 2020માં >> આઠમો હપ્તો- 1 અપ્રિલ, 2021ના રોજ >> નવમો હપ્તો- 9 ઓગસ્ટ, 2020ના રોજ
પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના લાભાર્થીનું નામ યાદીમાં છે કે નહીં? આવી રીતે કરો ચેક
>> સૌ પહેલા તો તમે પીએમ કિસાન યોજનાની અધિકૃત સાઈટ પર https://pmkisan.gov.in પર જાઓ. >> અહીં હોમ પેજ પર તમને Farmers Cornerનો ઓપ્શન દેખાશે. >> અહીં તમે Farmers Corner સેક્શનમાં Beneficiaries List પર ક્લિક કરો. >> હવે ડ્રોપ ડાઉન લિસ્ટથી રાજ્ય, જિલ્લા અને ઉપજિલ્લા સાથે બ્લોક અને ગામની વિગતો ભરે. >> આ પછી Get Report પર ક્લિક કરો. આ પછી લાભાર્થીનું લિસ્ટ સામે આવશે. તેમાં તમારું નામ ચેક કરી શકો છો.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 2019માં થયો હતો પ્રારંભ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતને વર્ષે 6000 રૂપિયા 2000ના હપ્તામાં મળે છે. આ યોજનામાં દરેક હપ્તામાં એક ખેડૂતને 2000 રૂપિયાની રકમ ખાતામાં મળે છે. મોદી સરકાર માને છે કે આ યોજનાથી ખેડૂત પરિવારો પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મેળવી શકે છે. ખેડૂતો પણ મોદી સરકારની આ યોજનાથી ખુશ જોવા મળે છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા આવી રીતે કરો અરજી
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે પહેલા ખેડૂતે ઓનલાઈન પોર્ટલ pmkisan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આ વેબસાઈટ તમને ફાર્મર્સ કોર્નરના ઓપ્શનમાં દેખાશે. અહીં જઈને તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં તમારા આધાર નંબર, કેપ્ચા ભરવાનું કહેવાશે. આ પછી એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ માંગવામાં આવશે. બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવાની રહેશે. આ સેવ કર્યા બાદ એક નવું પેજ ખુલશે અને તેમાં જમીનની જાણકારી રવાની રહેશે. તેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહે છે. આ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર