Home /News /national-international /તાકાતવાર લોકોના રિમોટથી દેશની સુપ્રીમ કોર્ટ નહીં ચાલે : SC

તાકાતવાર લોકોના રિમોટથી દેશની સુપ્રીમ કોર્ટ નહીં ચાલે : SC

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

દેશના લોકોને ખબર પડવી જોઈએ કે એ કોણ લોકો છે જેઓ ષડયંત્ર રચી રહ્યા છે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે યૌન ઉત્પિડનના આરોપ અને ષડયંત્રના દાવા સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશની વડી અદાલત તાકાતવાર અને અમુક પૈસાદાર લોકોની મરજી પ્રમાણે કામ ન કરી શકે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સુપ્રીમ કોર્ટને સતત નિશાન બનાવવામાં આવી રહી છે.

કોર્ટે વ્યક્ત કરી ચિંતા

ન્યાયાધીશ અરુણ મિશ્રા, ન્યાયાધીશ આર.એફ. નરિમાન અને ન્યાયાધીશ દીપક ગુપ્તાની ત્રણ સભ્યોની બેંચે ચિંતા જાહેર કરતા ગુરુવારે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયોને દેશના અમુક તાકાતવાર અને પૈસાવાળા લોકો રિમોટથી કંટ્રોલ ન કરી શકે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સુપ્રીમ કોર્ટ પર સતત સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે, આખરે આ દેશમાં શું થઈ રહ્યું છે?

કોર્ટે કહ્યું કે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ વ્યવસ્થા હવે ખતમ થવાની અણી પર છે. દેશના લોકોને ખબર પડવી જોઈએ કે એ કોણ લોકો છે જેઓ ષડયંત્ર રચી રહ્યા છે. કોર્ટે કહ્યું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે લાગેલા આરોપની તપાસ માટે એક તપાસ ટીમ બનાવવામાં આવશે. જે લોકો આવું ષડયંત્ર ઘડી રહ્યા છે તેમને ખબર નથી કે તેઓ આગ સાથે રમત રમી રહ્યા છે. આ અંગે બે વાગ્યા પછી નિર્ણય સંભળાવવામાં આવશે.

બુધવારે વકીલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા હતા પુરાવા

નોંધનીય છે કે ઉત્સવ બેંસે નામના વકીલે દાવો કર્યો હતો કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને મોટા કાવતરા હેઠળ યૌન શોષણ કેસમાં ફસાવવામાં આવ્યા છે. બેંસનો આરોપ છે કે આ મામલામાં જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો હાથ હોઈ શકે છે. આ મામલે એડવોકેટ ઉત્સવ બેંસ દ્વારા કોર્ટને આપવામાં આવેલી એફિડવિટમાં કહેવામાં આવ્યું છે કે સૂત્રો મુજબ ચીફ જસ્ટિસ પર યૌન શોષણનો આરોપ લગાવવામાં દિલ્હીના એક ફિક્સર રોમેશ શર્માનો હાથ હતો જેથી ચીફ જસ્ટિસને રાજીનામું આપવા માટે મજબૂર કરી શકાય.

સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને ઇન્ટેલિજન્સ બ્યૂરો ચીફને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે આ સમન્સ ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાઓની તપાસ કરવા અને યૌન ઉત્પીડન મામલામાં ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને દોષી ઠેરવવાના કથિત પ્રયાસોને લઈને મોકલ્યા છે.
First published:

Tags: CJI, Ranjan gogoi, Supreme Court

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો