Video: તુર્કીમાં 7.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામી જેવી સ્થિતિ સર્જાઇ

News18 Gujarati
Updated: October 30, 2020, 8:02 PM IST
Video: તુર્કીમાં 7.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામી જેવી સ્થિતિ સર્જાઇ
Video: તુર્કીમાં 7.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામી જેવી સ્થિતિ સર્જાઇ

ભૂકંપના ઝટકા પછી ઇજમિરમાં ઘણી ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે

  • Share this:
નવી દિલ્હી : તુર્કીના રાજ્ય ઇજમિરને ભયાનક ભૂકંપે હલાવી દીધું છે. જાણકારી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7.0ની બતાવવામાં આવી રહી છે. જોકે ભૂકંપની તીવ્રતાને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. ભૂકંપ પછી તુર્કીમાં સુનામી જેવી સ્થિતિ આવી છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો પોસ્ટ કરવામાં આવી રહી છે.

સીએનએને યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજીકલ સર્વે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7.0ની હતી. ભૂકંપના ઝટકા પછી ઇજમિરમાં ઘણી ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. તુર્કીના અધિકારીઓના મતે ભૂકંપના ઝટકા ઇજમિર સિવાય એજિયન અને મરમરાના વિસ્તાર સહિત રાજધાની ઇંસ્તાબુલમાં અનુભવાયા હતા. ઇંસ્તાબુલના ગર્વનરે કોઈપણ પ્રકારનો નુકસાનનો ઇન્કાર કર્યો છે.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 969 કેસ, 1027 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ વધીને 90.17 ટકા



ઘણા મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભૂકંપ એટલો જોરદાર હતો કે આંચકા ગ્રીસની રાજધાની એથેન્સ સુધી અનુભવાયા છે. તુર્કીમાં ભૂકંપના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. Middle East Eyeના તુર્કીના સંવાદદાતાએ પોતાના ટ્વિટર વોલ પર આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો છે.
Published by: Ashish Goyal
First published: October 30, 2020, 8:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading