2017માં આતંકી ઘટનાઓ કરતાં રસ્તા પરના ખાડાઓના કારણે વધારે લોકો મર્યા

News18 Gujarati
Updated: July 15, 2018, 7:13 PM IST
2017માં આતંકી ઘટનાઓ કરતાં રસ્તા પરના ખાડાઓના કારણે વધારે લોકો મર્યા
ફાઈલ ફોટો

  • Share this:
નવી દિલ્હી: દેશમાં રસ્તાઓ પર ખાડાઓના કારણે થતાં અકસ્માતની સંખ્યામાં ઝડપી વધારો થઈ રહ્યો છે. 2017માં ખાડાઓના કારણે 3597 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલે દર દિવસે સરેરાશ 10 લોકોએ ખાડાઓના કારણે જીવ ગુમાવ્યો છે. 2016ની તુલનામાં આ આંકડો 50 ટકા વધારે છે.

ટાઈમ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ અનુસાર, 2017માં દેશમાં નકસલવાદી અને આતંકવાદી ઘટનાઓના કારણે 80 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમાં આતંકવાદી, સુરક્ષાકર્મી અને સામાન્ય નાગરિક ત્રણેય સામેલ છે પરંતુ રસ્તાઓ વચ્ચે ખાડાઓના કારણે તેની સરખામણીમાં ઘણા વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે.

રિપોર્ટ અનુસાર, 2017માં ખાડાઓના કારણે સૌથી વધારે મોત ઉત્તર પ્રદેશ (987)માં થઈ, જ્યારે 2016માં આ આંકડો 714 હતો. જ્યારે મહારાષ્ટ્રમાં 726 લોકોએ રસ્તાઓ પર ખાડા હોવાના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. 2016ની સરખામણીમાં મહારાષ્ટ્રમાં ખાડાઓના કારણે થનાર મોતનો આ આંકડો બેગણો વધારે છે. 2016માં 329 લોકોના મોત ખાડાઓના કારણે થયેલ અકસ્માતમાં થઈ છે.

ઉલ્લેખનિય છે કે, રોડ અકસ્માતના કારણે થયેલ મોતના આંકડાઓને બધા જ રાજ્યોએ કેન્દ્ર સરકારને આપ્યા છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ખરાબ રેકોર્ડ હરિયાણા અને ગુજરાતનું છે. અહી 522 અને 228 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં વર્ષ 2017માં ખાડાઓના કારણે 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે વર્ષ 2016માં ખાડાઓના કારણે એકપણ મામલો આવો નહતો.

રસ્તાઓ પરના ખાડાઓના કારણે થનાર મોતના કારણે એક વખત ફરીથી આ ચર્ચાનો જન્મ આપી દીધો છે કે મ્યુનિસિપલ બોડીઝ અને રસ્તાઓ બનાવનાર સ્વામિત્વવાળી એજન્સીઓમાં ભષ્ટ્રાચાર પણ આ ખાડાઓનું એક કારણ છે. તે ઉપરાંત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાનો લોકોનો વલણ અને ટૂ વ્હીલ ચાલકો દ્વારા હેલમેટ ના પહેરવો તે પણ મોતના આંકડામાં વધારો કરે છે.

 
First published: July 15, 2018, 7:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading