મમતા માટે દિલ્હીમાં પોસ્ટર, 'દીદી અહીં તો હસો, તમે લોકતંત્રમાં છો'

News18 Gujarati
Updated: February 13, 2019, 1:42 PM IST
મમતા માટે દિલ્હીમાં પોસ્ટર, 'દીદી અહીં તો હસો, તમે લોકતંત્રમાં છો'
દિલ્હીમાં લાગેલું મમતાનું પોસ્ટર

યૂથ ઓફ ડેમોક્રેસી તરફથી અમુક પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ ખાસ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે બનાવવામાં આવ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલા બીજેપી વિરુદ્ધ વધુ એક મહારેલીમાં વિપક્ષના નેતાઓ આજે નવી દિલ્હીના જંતર મંતર ખાતે એકઠા થયા છે. આ રેલીનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી કરી રહી છે. આ રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર ભાગ લેશે.

આ રેલી પહેલા દિલ્હીમાં યૂથ ઓફ ડેમોક્રેસી તરફથી અમુક પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ ખાસ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે બનાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ પર લખવામાં આવ્યું છે, "દીદી અહીં હસી લો, તમે લોકતંત્રમાં છો. (દીદી યહાં મુસ્કુરાઇએ, આપ લોકતંત્ર મેં હૈ)." બીજા એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'દીદી અહીં તમને લોકોને સંબોધીત કરતા કોઈ નહીં રોકે.'

આ ઉપરાંત અમુક પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, ‘Didi Don’t bring Dadagiri here’ એટલે કે દીદી અહીં પણ દાદાગીરી લઈને ન આવતા. એક અન્ય પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, Didi we welcome you warmly in the Republic of India.


કેજરીવાલની આ મહા રેલીમાં સમાજવાદી પાર્ટી, દ્રમુક, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય લોક દળ અને અન્ય પાર્ટીઓના નેતાઓ સંબોધન કરશે. આમ આદમી તરફથી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આ રેલીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, રાહુલ ગાંધી આ રેલીમાં હાજર રહેશે કે નહીં તેની પુષ્ટિ નથી થઈ.

નોંધનીય છે કે ગત મહિને કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહાગઠબંધન રેલીનું આયોજન કર્યું કહતું. આ રેલીમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા હતા. હવે આમ આદમી પાર્ટીએ એ તમામ પાર્ટીના નેતાઓને આમંત્રણ પાઠવ્યું છે જેઓ ગત રેલીમાં હાજર હતા.
First published: February 13, 2019, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading