દિલ્હીમાં પરિણામો પહેલા જ BJPએ સ્વીકારી હાર? જાણો આ વાયરલ પોસ્ટરનું સત્ય

News18 Gujarati
Updated: February 11, 2020, 10:19 AM IST
દિલ્હીમાં પરિણામો પહેલા જ BJPએ સ્વીકારી હાર? જાણો આ વાયરલ પોસ્ટરનું સત્ય
દિલ્હી વિધાનસભા ચૂંટણી બીજેપી માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે, અમિત શાહનું પોસ્ટર થયું વાયરલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી બીજેપી માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે, અમિત શાહનું પોસ્ટર થયું વાયરલ

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 (Delhi Assembly Results 2020)ની મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન વલણોમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) આગળ છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) નંબર 2 પર છે અને કૉંગ્રેસ (Congress) હાલ ખાતું પણ ખોલાવી શકી નથી.

10 વાગ્યા સુધીના વલણોમાં આપ 75 સાથે સરળતાથી બહુમતનો આંકડો પાર કરતી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ વર્ષ 2015ના પ્રદર્શનમાં સુધારો કરતાં બીજેપી 23 સીટો પર આગળ ચાલી રહી છે. તો કૉંગ્રેસ પોતાનો ઈતિહાસ ફરીથી નોંધાવી શકે છે. હજુ સુધી પાર્ટીએ પોતાનું ખાતું પણ નથી ખોલાવ્યું.

તસવીર લગભગ બે વર્ષ જૂની

આ બધા વચ્ચે બીજેપીનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ ની તસવીર લાગેલી છે અને તેની પર લખ્યું છે- વિજયથી અહંકાર નથી આવતો અને પરાજગી અમે નિરાશ નથી થતા.નોંધનીય છે કે, આજે વાયરલ થઈ રહેલી આ તસવીર લગભગ બે વર્ષ જૂની છે. આ તમામ પોસ્ટર દિલ્હી બીજેપીના કાર્યાલયમાં લાગેલા છે. શાહ ઉપરાંત પીએ મોદી સહિત અન્ય નેતાઓના પોસ્ટર પણ તેમના કોટ્સની સાથે લાગેલા છે.
First published: February 11, 2020, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading