પોસ્ટ ઑફિસની ગુમ મહિલા કર્મચારીનો મૃતદેહ મળ્યો, છ ટુકડામાં હતો મૃતદેહ, અનેક સવાલો

પોસ્ટ ઑફિસની ગુમ મહિલા કર્મચારીનો મૃતદેહ મળ્યો, છ ટુકડામાં હતો મૃતદેહ, અનેક સવાલો
મહિલાના સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં.

ગ્વાલિયર સ્થિત પોસ્ટ ઑફિસમાં ફરજ નિભાવી રહેલી ઋતુ કસેરિયા (Ritu Kaseria) પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી.

 • Share this:
  ભોપાલ: મધ્ય પ્રદેશના ગ્વાલિય (Gwalior)માંથી ગુમ થયેલી પોસ્ટ વિભાગ (Post office)ની એક મહિલા કર્મચારી ()ની લાશ મળી આવી છે. મહિલાનો મૃતદેહ ગુના જિલ્લાના મ્યાના પાસે આવેલા રેલવેના પાટા પાસેથી છ ટૂકડા (Missing woman’s body found in 6 pieces)માં મળી આવ્યો છે. મૃતદેહની ઓળખ ન થતાં તેને પોસ્ટ મોર્ટમ રૂમના ફ્રીજરમાં રાખવામાં આવ્યો હતો. મહિલાના પરિવારજનોને માહિતી મળ્યા બાદ મૃતદેહને ગ્વાલિયર લઈ જવામાં આવ્યો હતો અને થોડા સમય પછી તેને દફન કરી દેવામાં આવ્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે ગ્વાલિયર સ્થિત પોસ્ટ ઑફિસમાં ફરજ નિભાવી રહેલી ઋતુ કસેરિયા (Ritu Kaseria) પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. 10 જૂનના રોજ ઋતુ પતિ સાથે મોબાઇલ પર વાત કરતાં કરતાં નીકળી હતી. જે બાદમાં તેણી પરત આવી ન હતી.  આ પણ વાંચો: તારાપુર અકસ્માતમાં નવ લોકોનાં મોત: મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળક; ઇકો કારના ફૂરચા નીકળી ગયા

  મહિલા કર્મચારી અચાનક ગુમ થઈ જતાં આ કેસ ઉકેલવો એ પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ઋતુ ગ્લાલિયરથી ગુના તરફ જતી ટ્રેનમાં સવાર થઈ હતી. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. જોકે, બીજા જ દિવસે મહિલાના ક્ષત-વિક્ષત થયેલો મૃતદેહ રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. આ કેસમાં અનેક સવાલોના જવાબો મેળવવાના બાકી છે.  આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો: ત્રણ યુવતી એકલા રહેતા વૃદ્ધના ઘરમાં ઘૂસી ગઈ અને કપડાં ઉતારી વીડિયો બનાવી લીધો

  ઋતુ બે બાળકોની માતા હતી. ઋતુનો પતિ યોગેશ ડૉક્ટર છે અને તેણે MBBS કર્યું છે. હાલ તે પટનાથી પીજી કરી રહ્યો છે. પરિવારમાં પણ ખૂબ શાંતિ હતી. 10 જૂનના રોજ ઋતુ પતિ યોગેશ સાથે વાત કરતાં કરતાં ઘરેથી નીકળી હતી. જે બાદમાં તેણીનો મોબાઇલ બંધ થઈ ગયો હતો. મોબાઇલ ફરીથી ચાલુ થયો ન હતો.

  આ પણ વાંચો: જૂનાગઢ બીજેપી અગ્રણી પુત્રના આપઘાત કેસમાં મૃતકની પત્નીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

  ઋતુની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસને જાણ કરી હતી. બીજી તરફ ગુનામાં રેલવે પોલીસને એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તેની ઓળખ કરવામાં લાગી હતી. આ તરફ ગ્લાલિયર પોલીસને માલુમ પડ્યું હતું કે મહિલા ટ્રેનમાં સવાર થઈને ગુના બાજુ ગઈ છે. આ અંગેના ફૂટેજ પણ મળ્યા હતા. મહિલા ગ્વાલિયરથી ગુના શા માટે પહોંચી? મહિલાનું મોત કેવી રીતે અને કેવી હાલતમાં થયું? જો મહિલાએ આપઘાત કરી લીધો છે તો શા માટે? વગેરે સવાલોના જવાબ હજુ સુધી મળ્યા નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ