નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન (NSSO) તરફથી રોજગાર અને બેકારી પર તૈયાર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટ (2017-18) તૈયાર થયાના બે મહિના બાદ પણ સરકાર તરફથી તેને જાહેર નથી કરવામાં આવ્યો. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ, તેના વિરોધમાં નેશનલ સ્ટેટેસ્ટિકલ કમીશન (NSC)ના બે સ્વતંત્ર સભ્યો પીસી મોહનન અને જેવી મીનાક્ષીએ રાજીનામા આપી દીધા છે.
અખબારના અહેવાલ મુજબ, આ મોદી સરકારમાં એનએસએસઓનો પહેલો રિપોર્ટ છે અને તેમાં નોટબંધી બાદ લોકોની નોકરી જવા અને રોજગારીમાં ઘટાડાનો ઉલ્લેખ છે.
મોહનન એનએસસીના કાર્યકારી અધ્યક્ષ પણ હતા. આ બંનેના રાજીનામા બાદ એનએસીમાં હવે માત્ર બે સભ્ય રહી ગયા છે- ચીફ સ્ટેટેસ્ટિક ઓફિસર પ્રવીપ શ્રીવાસ્તવ અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત.
મોહનને સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, મેં એનએસસીમાંથી રાજીનામું આપી દીધું છે. અમને લાગે છે કે હાલમાં કમીશન પહેલાની જેમ એક્ટિવ નથી રહ્યું અને એવું પણ લાગે છે કે કદાચ અમે કમીશનની જવાબદારી નિભાવવામાં સક્ષમ નથી.
બંને સભ્યોએ 28 જાન્યુઆરીના રોજ રાજીનામા આપ્યા. સાત સભ્યોની એનઅસસીમાં ત્રણ પદ પહેલા જ ખાલી હતી. બે રાજીનામા બાદ હવે અહીં બે સભ્ય જ રહી ગયા છે. મોહનન અને મીનાક્ષીનો કાર્યકાળ જૂન 2020માં પૂરો થવાનો થતો.
થોડા દિવસો પહેલા રોજગાર પર લેબર બ્યૂરોના સર્વેમાં ખુલાસો થયો હતો કે બેકારીએ છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. નોકરીઓ પર નોટબંધીની ખરાબ અસર દેખાઈ છે. ઓટોમોબાઇલ અને ટેલીકોમ સેક્ટર, એરલાઇન્સ, કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં છટણી થઈ છે. જગુઆર લેન્ડ રોવરમાં 4,500 લોકોની છટણીની તૈયારી ચાલી રહી છે. એતિહાદ એરલાઇન્સમાં 50 પાયલટની પણ છટણીની શક્યતા દેખાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર