Lockdown: ગૃહ મંત્રાલયે આપ્યા સંકેતઃ 3 મે બાદ રેડ અને ઓરેન્જ ઝોનના આ વિસ્તારોમાં મળી શકે છે છૂટ

Lockdown: ગૃહ મંત્રાલયે આપ્યા સંકેતઃ 3 મે બાદ રેડ અને ઓરેન્જ ઝોનના આ વિસ્તારોમાં મળી શકે છે છૂટ
થયું એવું કે કુલદીપ માથુરના ઘરે દીકરીને જોવા માટે છોકરા વાળાને ત્યાંથી 9 મહેમાન બે દિવસ માટે આવ્યા હતા. કુલદીપે તેમની ખૂબ આગતા સ્વાગતા કરી. પણ બે દિવસ પછી લોકડાઉન થઇ ગયું. અને લોકડાઉન લંબાતું જ ગયું. (પ્રતિકાત્મક તસવીર)

રેડ ઝોન અને હોટસ્પોટ વધુ હોવાના કારણે દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નઇમાં હાલ વધુ છૂટ નહીં મળે

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 3 મે સુધી લૉકડાઉન (Lockdown) લાગુ છે. એટલે કે લૉકડાઉન ખુલવામાં હજુ 4 દિવસ બાકી છે. એવામાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું કેટલીક છૂટ સાથે લૉકડાઉનને લંબાવવામાં આવશે? જોકે, તેને લઈને હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા એ વાતનો સંકેત ચોક્કસ આપ્યો છે કે 3 મે બાદ અનેક વિસ્તારોમાં છૂટ મળી શકે છે. તેના વિશે ટૂંક સમયમાં નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.

    આ વિસ્તારોમાં છૂટ મળશે



    પ્રતિબંધોને લઈને ગાઇડલાઇન બાદમાં જાહેર કરવામાં આવશે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે વિસ્તારોમાં છૂટ મળશે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોઈ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. આ ઉપરાંત ઓરેન્જ ઝોન એટલે કે એવા વિસ્તાર જ્યાં છેલ્લા 14 દિવસમાં કોરોનાના કોઈ નવા કેસ ન આવ્યા હોય ત્યાં પ્રતિબંધો પર કેટલીક છૂટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત રેડ ઝોનમાં પણ કેટલીક છૂટ મળી શકે છે. પરંતુ એવા સંકેત મળી રહ્યા છે કે હોટસ્પોટ ઝોનમાં હાલ કોઈ છૂટ નહીં આપવામાં આવે.

    આ પણ વાંચો, અમદાવાદ, સુરત, વડોદરા સહિત આ 15 શહેરોમાં સ્થિતિ સુધરશે તો ભારત કોરોના સામેનું યુદ્ધ જીતી જશે!

    3 મે સુધી કડક પાલન

    ગૃહ મંત્રાલય મુજબ, બુધવારે લૉકડાઉનને લઈ રિવ્યૂ મીટિંગ થઈ. ગૃહ મંત્રાલય તરફથી ટ્વિટ કરતાં કહેવામાં આવ્યું છે કે દેશને લૉકડાઉનથી ઘણો ફાયદો મળ્યો છે અને હાલત ઝડપથી સુધરી રહી છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવ્યું છે કે લૉકડાઉનનો ફાયદો હાથથી સરકી ન જાય તેથી આપણે 3 મે સુધી તેનું સખ્તાઈથી પાલન કરવું પડશે.


    મોટા શહેરોમાં છૂટ નહીં!

    સૂત્રો મુજબ, દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નઇમાં હાલ વધુ છૂટ નહીં મળે. અહીં અનેક રેડ ઝોન અને હોટસ્પોટ છે. જેથી કહેવામાં આવી રહ્યું છે કે અહીં કેટલીક વધુ દુકાનોને ખોલવાની છૂટ મળી શકે છે.

    આ પણ વાંચો, મંગળસૂત્રથી જરૂરી માસ્કઃ Twitter પર છવાઈ નવદંપતીની આ સુંદર તસવીર
    Published by:News18 Gujarati
    First published:April 30, 2020, 08:09 am

    ટૉપ ન્યૂઝ