પોસ્ટ Covid19: જાણો સૂકી અને કફવાળી ખાંસીથી રાહત મેળવવાના ઉપાય

પોસ્ટ Covid19: જાણો સૂકી અને કફવાળી ખાંસીથી રાહત મેળવવાના ઉપાય
પ્રતિકાત્મક તસવીર

કોરોનામાંથી બહાર આવ્યા બાદ થાક અને ખાંસી જેવા પોસ્ટ કોવિડ (Post Covid Symptoms) લક્ષણો જોવા મળી રહ્યા છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ ઘરેલુ ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

  • Share this:
સમગ્ર દેશમાં કોરોનાની (Coronavirus) ગંભીર અસર જોવા મળી રહી છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું (Social Distancing) પાલન કરવું અને વારંવાર હાથ ધોવા ખૂબ જ જરૂરી છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દેશના મોટાભાગના રાજ્યમાં લોકડાઉન (Lockdown)  લગાવવામાં આવ્યું છે. કોરોનામાંથી બહાર આવ્યા બાદ થાક અને ખાંસી જેવા પોસ્ટ કોવિડ (Post Covid Symptoms) લક્ષણો જોવા મળી રહ્યા છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ ઘરેલુ ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

સૂકી અને કફવાળી ખાંસીમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છેકોવિડ-19ને લઈને અનેક સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થાય તો તેને સૂકી અથવા કફવાળી ખાંસી થઈ શકે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે માટે તમારે યોગ્ય ઉપાય કરવા જરૂરી છે. સૂકી અને કફવાળી ખાંસીમાં ખુદની સારસંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. વધુ ખાંસી થવાથી થાક લાગે છે. પોસ્ટ કોવિડ લક્ષણોમાં સારસંભાળ લેવી ખૂબ જ આવશ્યક છે. તે માટે તમારા શરીરને હાઈડ્રેટેડ રાખો અને યોગ્ય સમયાંતરે નાસ લો.

આ પણ વાંચો : જામનગર : ગર્લફ્રેન્ડના અશ્લીલ Videoનો વિચિત્ર બદલો લીઘો, મેડિકલના વિદ્યાર્થિઓનાં 500 લેપટોપ ચોર્યા

સૂકી ખાંસી માટેના ઉપાય

· સૂકી ખાંસીમાં તમારા ગળાને ખૂબ જ તકલીફ થાય છે, તે માટે ગળાને આરામ આપવો ખૂબ જ જરૂરી છે.

· વધુ માત્રામાં પાણીનું સેવન કરીને હાઈડ્રેટેડ રહો. (હુંફાળું પાણી પીવું વધુ લાભદાયી છે.)

· પાણી ગળા નીચે સરળતાથી ઊતરી જાય તે માટે પાણીના નાના-નાના ઘુંટડા પીવો.

· સૂકી ખાંસીથી રાહત મેળવવા માટે નાસ લો. તે માટે એક મોટા વાસણમાં ગરમ પાણી લો અને તેના ઉપર ચહેરો લાવીને ગરમ વરાળ લો. નાસ લેવા માટે તમારા માથા અને બાઉલને એક ટુવાલ અને ધાબળાથી ઢાંકી લો. તમે નાસ લેવા માટે સ્ટીમ ઈનહેલેશન મશીનનો પણ ઉપયોગ કરી શકો છો.

· લીંબુ અને મધયુક્ત ગરમ પાણીનું સેવન કરો. ગળાને આરામ આપવા માટે ઉકાળો પીવો.

· જો તમને ખાંસી આવે છે તો અને તમારી પાસે પીવા માટે હુંફાળુ પાણી કે ઉકાળો નથી તો વારંવાર ગળવાની કોશિશ કરો.

આ પણ વાંચો :  સુરત : જાહેરમાં દારૂની રેલમછેલનો Live Video, ચાર પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ વેચાણ

આ પણ વાંચો : સુરત : હાથમાં એરગન સાથે કિન્નર નિક્કીનો Video થયો Viral, ઇન્સ્ટામાં છે 51 હજાર ફોલૉવર

કફવાળી ખાંસીથી રાહત મેળવવાના ઉપાય

· કફવાળી ખાંસી થાય ત્યારે વારંવાર કફને થૂંકવા જવો પડે છે. કોવિડ-19 ખૂબ જ સંક્રામક બીમારી છે, તે માટે તમે કફને કોઈપણ જગ્યાએ ના થૂંકી શકો. જ્યારે તમે વોશબેસીનમાં કફ થૂંકો છો ત્યારે પણ તેને નિયમિતરૂપે ડિસઈંફેક્ટ કરવું જરૂરી છે.

· હુંફાળું પાણી, શરાબ, સૂપ, હર્બલ ટી અને ઉકાળો પીને હાઈડ્રેટેડ રહો.

· ફેંફસામાં રહેલ કફને દૂર કરવા માટે દિવસમાં ઓછામાં ઓછો ત્રણ વાર નાસ લો.

· સીધા સૂવાની જગ્યાએ જમણી કે ડાબી બાજુ પડખું ફરીને સૂવો. આ પ્રકારે સૂવાથી કફ જલ્દી નીકળી શકે છે.· વારંવાર ચાલવાથી ફેંફસા ખૂબ જ સારી રીતે કામ કરે છે. જેનાથી તમે સરળતાથી કફ બહાર કાઢી શકો છો. તેથી તમે જે રૂમમાં છો તે રૂમમાં વોક કરતા રહો. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:News18 Gujarati
First published:June 01, 2021, 21:49 IST

ટૉપ ન્યૂઝ