કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ, રાજ્યપાલે કહ્યુ- હાર માની ચૂક્યા છે આતંકી

કેન્દ્રના નિર્ણય બાદ લોકોને પોતાની ઓળખને લઈને ચિંતા કરવાની જરૂર નથી : સત્યપાલ મલિક

કેન્દ્રના નિર્ણય બાદ લોકોને પોતાની ઓળખને લઈને ચિંતા કરવાની જરૂર નથી : સત્યપાલ મલિક

 • Share this:
  કાશ્મીર ઘાટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ અને આ દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટનાના અહેવાલ નથી. જમ્મુ-કાશ્મીર વહિવટીતંત્રના મુખ્ય સચિવ રોહિત કંસલે ગુરુવારે આ જાણકારી આપી. રોહિત બંસલે એમ પણ જણાવ્‍યું કે, સ્વતંત્રતા દિવસની ઉજવપી શાંતિપૂર્ણ રહી અને કાશ્મીર ઘાટીમાં કોઈ અપ્રિય ઘટના નોંધાઈ નથી.

  બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે સશસ્ત્ર દળોની સતત કાર્યવાહીથી આતંકવાદીઓએ હાર માની લીધી છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા બાદ આ પહેલો સ્વતંત્રતા દિવસ હતો. મલિકે ગુરુવારે શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં તિરંગો ફરકાવ્યો. ધ્વજારોહણ બાદ તેઓએ અર્ધસૈનિક દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની પરેડનું નિરીક્ષણ કર્યુ. બાદમાં કાર્યક્રમને સંબોધિત કરતાં રાજ્યપાલે કહ્યું કે, કેન્દ્રના નિર્ણય બાદ લોકોને પોતાની ઓળખને લઈને ચિંતા કરવાની જરૂર નથી.

  આ પણ વાંચો, Article 370 વિશે લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'અમે સમસ્યા ટાળતા નથી અને પાળતા પણ નથી'

  જમ્મુ-કાશ્મીર વહિવટીતંત્ર તરફથી જાહેર થયેલી પ્રેસનોટ મુજબ, બડગામ, પુલવામા, અવંતિપોરા, ત્રાલ, ગંદેરબલ, કુલગામ, બારામુલા, શોપિયાં, અનંતનાગ અને બાંદીપોરામાં સ્વતંત્રતા દિવસની ઉજવપી કરવામાં આવી.

  આ પણ વાંચો, જાણો શું છે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'નું પદ, કારગિલ યુદ્ધ પછી ઉઠી હતી માંગ
  Published by:Mrunal Bhojak
  First published: