નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રહેવા માટે નિયમોની જાહેરાત કરી છે. આ અનુસાર, 15 વર્ષ માટે જમ્મુ-કાશ્મીરમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ અને ઓછામાં ઓછા 10 વર્ષ માટે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર (Union Territory Jammu Kashmir) કામ કરનાર અધિકારીઓના બાળકો અને ઉલ્લિખિત શરતોને પરા કરનાર પ્રવાસી સ્થાયી નિવાસ માટે પાત્ર હોઈ શકે છે.
2010ના જમ્મુ-કાશ્મીર સિવિલ સેવા (વિકેન્દ્રીકરણ અને ભરતી) અધિનિયમમાં સંશોધન કરનાર રાજપત્ર અધિસૂચનામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (રાજ્ય કાયદાનું અનુકૂલન) આદેશ 2020, ની કલમ 3A જમ્મુ-કાશ્મીરમાં 15 વર્ષ સુધી રહેનાર કોઈ પણ વ્યક્તિને સ્થાયી નિવાસનો અધિકાર આપે છે.
આ છે નવો આદેશ
આદેશ અનુસાર, સ્થાયી નિવાસી દરેક તે વ્યક્તિને ગણવામાં આવશે જે કેન્દ્રશાસિત પ્રદેશમાં ગત 15 વર્ષોથી રહેતો હોય અથવા પછી સાત વર્ષ ત્યાં રહી અભ્યાસ કર્યો હોય અને જમ્મુ-કાશ્મીરની કોઈ શૈક્ષણિક સંસ્થામાં 10મા અથવા 12માની પરીક્ષા આપી હોય.
નવા નિયમ અનુસાર, તે બાળકોને પણ રાજ્યમાં સ્થાયી નિવાસી કરાર ગણાશે જેમના માતા-પિતા અધિકારીક રીતે જમ્મુકાશ્મીરમાં પોસ્ટેડ છે.
આ લોકોને મળશે સ્થાયી નિવાસીનો અધિકાર
ઓર્ડર અનુસાર, કેન્દ્ર સરકારના અધિકારીઓના બાળકો, તમામ અખિલ ભારતીય સેવાઓના અધિકારી, કેન્દ્ર સરકારના સાર્વજનિક ઉપક્રમો અને સ્વાયત્ત સંસ્થાના અધિકારી, પબ્લિક સેક્ટર બેન્ક, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના અધિકારી અને કેન્દ્ર સરકારના માન્યતા પ્રાપ્ત અનુસંધાન સંસ્થાન જેમણે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષના કુલ સમયગાળામાં પોતાની સંવા આપી હોય અથવા તે બાળકો જેમના માતા-પિતા આ તમામ શરતો પૂરી કરતા હોય.
આ આદેશથી ઓગસ્ટ પહેલાની સ્થિતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓગસ્ટ પહેલા તત્કાલીન રાજ્યમાં કલમ 35A હેઠળ રાજ્યીન સરકારને એ અધિકાર હતો કે, તે નક્કી કરી શકે કે કોને સ્થાયી નાગરીક માનવામાં આવે અને કોને નહીં.