Home /News /national-international /

Positive story: દેશનું એક એવું ગામ જ્યાં રહે છે સૌથી વધુ કરોડપતિઓ, સરપંચે બદલી નાખ્યું ગામનું નસીબ

Positive story: દેશનું એક એવું ગામ જ્યાં રહે છે સૌથી વધુ કરોડપતિઓ, સરપંચે બદલી નાખ્યું ગામનું નસીબ

આદર્શ ગ્રામ એટલે એવું ગામ કે જેણે પોતાના દમ પર દેશમાં એક નવો દાખલો બેસાડ્યો છે (image-twitter)

Indian Village - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં આ ગામની પ્રશંસા કરી હતી

મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં હિવરે બજાર (Hiware Bazar Village, Ahmednagar District, Maharashtra) નામનું અનોખું ગામ છે. આ ગામનો જોરદાર વિકાસ થયો છે. આખા ગામના પ્રયાસો અને ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે આજે ગામની GDP ખૂબ જ વધી ગઈ છે. ગામમાં ગરીબી નથી અને ગામમાંથી શહેરમાં સ્થળાંતર થવાનું પ્રમાણ પણ નહિવત થઈ ચૂક્યું છે. જે લોકો ગામ છોડીને શહેરમાં ગયા હતા, તેઓ પણ ગામમાં આવી ગયા છે. આ ગામના (Village)વિકાસ પાછળ ગામના સરપંચ પોપટ રાવ પવાર (Sarpanch Popat Rao Pawar) જવાબદાર છે. લોકો હવે તેમની પાસેથી શીખી રહ્યા છે અને ખેતીમાં નવા નવા પ્રયોગો કરી રહ્યા છે

દાયકાઓ પહેલાં હિવરે બજાર અન્ય ગામો જેટલું જ ખુશહાલ હતું. 1970ના દાયકામાં આ ગામ પોતાના હિન્દ કેસરી પહેલવાનો માટે પ્રખ્યાત હતું. પણ ત્યારબાદ પરિસ્થિતિ વધુ ને વધુ વણસતી ગઈ હતી. આ બાબતે સરપંચ પોપટ રાવ કહે છે કે, 80-90ના દાયકામાં હિવરે બજાર ભયંકર દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યું હતું. પીવા માટે પાણી બચ્યું ન હતું. જેથી ઘણા લોકો પોતાના પરિવાર સાથે ગામમાંથી નીકળી ગયા હતા. ગામમાં માત્ર 93 કુવા હતા અને પાણીની સપાટી પણ 82-110 ફૂટે પહોંચી હતી. જોકે, ત્યારબાદ લોકોએ પોતાને બચાવવા માટે કવાયત શરૂ કરી હતી. જેના મીઠા ફળ અત્યારે ગ્રામજનો ચાખી રહ્યા છે.

આ પણ વાંચો - બિહારી યુવકે વિદેશી યુવતીનું જીત્યું દિલ, જર્મનીથી લગ્ન કરવા ભારત આવી, અગ્નિને સાક્ષી માની લીધા સાત ફેરા

 ગામમાં કુવા ખોદવાની અને વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવી

1990માં સંયુક્ત વન વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત શ્રમદાન દ્વારા ગામમાં કુવા ખોદવાની અને વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામમાં મહારાષ્ટ્ર એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ હેઠળ ફંડ મળ્યું હતું, જેનાથી ઘણી મદદ મળી હતી. વર્ષ 1994-95માં આદર્શ ગ્રામ યોજના આવી જેના કારણે આ કાર્યને વધુ વેગ મળ્યો હતો. ત્યારબાદ સમિતિએ ગામમાં વધુ પાણીની જરૂર હોય તેવા પાક પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ ગામના વિકાસના મોડલ પર અનેક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે


ગામના લોકો માટે 7 સૂત્ર


ગામના સરપંચ પોપટ રાવના જણાવ્યા પ્રમાણે ગામમાં હવે 340 કુવાઓ છે. ટ્યુબવેલ પૂરા થઈ ગયા છે અને પાણીનું સ્તર 30-35 ફૂટ થઈ ગયું છે. સરપંચના જણાવ્યા મુજબ ગામના લોકો માટે 7 સૂત્ર છે. અહીંના સૂત્ર અને પંચાયતનું માળખું ગામના લોકો સાથે મળીને તૈયારી કરવા કરે છે.

- રસ્તા પરથી ઝાડ ન કાપો
- કુટુંબ નિયોજન
- નશાબંધી
- સ્વૈચ્છિક શ્રમનું યોગદાન
- લોટાબંધી
- દરેક ઘરમાં શૌચાલય
- ભૂગર્ભ જળ વ્યવસ્થાપન

પીએમ મોદીએ મન કી બાતમાં વખાણ કર્યા હતા

2020ની 24 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં આ ગામની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે પાણીની કિંમત શું છે? તે વાત ફક્ત પાણીની સમસ્યા સહન કરનાર જ જાણે છે અને તેથી આવી જગ્યાએ પાણી બાબતે સંવેદનશીલતા પણ હોય છે અને કંઇક ને કંઇક કરવાની પ્રવૃત્તિ પણ થતી હોય છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલી હિવરે બજાર ગ્રામ પંચાયતે પાણીની સમસ્યાનો સામનો કરવા માટે પાકની પેટર્ન બદલી નાંખી હતી અને પાણીજન્ય પાકોનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. કહેવાય છે કે આ ગામના 80 પરિવારો કરોડપતિ તરીકે છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના હિવરે બજાર ગામને આદર્શ ગ્રામનો દરજ્જો મળ્યો છે. આદર્શ ગ્રામ એટલે એવું ગામ કે જેણે પોતાના દમ પર દેશમાં એક નવો દાખલો બેસાડ્યો છે. હિવરે બજારની ખ્યાતિ એટલી છે કે આ ગામના વિકાસના મોડલ પર અનેક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે. આ ગામને 'વોટર મિરેકલ'ની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, જેણે જળ સંરક્ષણ અને સિંચાઈની સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરીને લોકોને સમૃદ્ધ બનાવ્યા છે.
First published:

Tags: Positive story, પીએમ નરેન્દ્ર મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन