Home /News /national-international /

મિત્ર હોય તો આવો! મિત્ર માટે 1,400 કિલોમીટર કાર ચલાવીને ઑક્સિજન સિલિન્ડર લઈને પહોંચ્યો

મિત્ર હોય તો આવો! મિત્ર માટે 1,400 કિલોમીટર કાર ચલાવીને ઑક્સિજન સિલિન્ડર લઈને પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર.

ઝારખંડનો શિક્ષક યુવાન નોઇડામાં રહેતા તેના કોરોના સંક્રમિત મિત્ર માટે ઑક્સિજનનો સિલિન્ડર લઈને પહોંચ્યો હતો. આ માટે તેણે 1,400 કિલોમીટર કાર ચલાવી હતી.

    નોઇડા: સંકટ સમયે કામ આવે એ જ સાચો મિત્ર. ઝારખંડ (Jharkhand)ના એક વ્યક્તિએ મિત્રતાની અનોખી મિશાલ રજૂ કરી છે. આજકાલ દેશમાં કોરોના વાયરસે (Coronavirus) કાળોકેર વર્તાવ્યો છે. સોશિયલ મીડિયા (Social media) ખોલતાની સાથે જ શ્રદ્ધાંજલિના સંદેશ જોવા મળે છે. હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. ઑક્સિજન ખૂટી પડ્યો છે. લોકો ઇન્જેક્શન અને દાખલ થવા માટે લાઇનો લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે જો કોઈ પોઝિટિવ ન્યૂઝ (Positive news) સાંભળવા મળે તો ખૂબ ખુશી થાય છે. આ કહાની એક એવા વ્યક્તિની છે, જે પોતાના એક મિત્રનો જીવ બચાવવા માટે 1,400 કિલોમીટર કાર ડ્રાઇવર કરીને ઑક્સિજન સિલિન્ડર લઈને પહોંચ્યો હતો.

    ઝારખંડના બોકારોનો 38 વર્ષીય યુવક પોતાની કાર ડ્રાઇવ કરીને 24 કલાકમાં દિલ્હીથી જોડાયેલા નોઇડા ખાતે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે ત્રણ રાજ્યમાંથી પસાર થવું પડ્યું હતું. યુવક પોતાની કારમાં ઑક્સિજન સિલિન્ડર લઈને ગયો હતો. વ્યક્તિના મિત્રને ઉત્તર પ્રદેશના નોઇડામાં ઑક્સિજન સિલિન્ડર મળી રહ્યા ન હતા.

    આ પણ વાંચો: મોટી કમાણી માટે થઈ જાઓ તૈયાર! આજે સરકારી કંપનીનો IPO ખુલ્યો, જાણો તમામ વિગત

    આ વાત જાણ્યા બાદ વ્યવસાયે સ્કૂલ શિક્ષક એવા દેવેન્દ્રએ પોતાની કારમાં સિલિન્ડર મૂક્યો હતો અને રવિવારે બપોરે 1.30 વાગ્યે મુસાફરીની શરૂઆત કરી હતી. દેવેન્દ્રને માલુમ પડ્યું હતું કે તેના મિત્ર રાજન અગ્રવાલ કે જે દિલ્હીની એક આઈટી કંપનીમાં કામ કરે છે તેને ઑક્સિજન સપોર્ટ નથી મળી રહ્યો. જે બાદમાં તેણે ઑક્સિજન સિલિન્ડર સાથે નોઇડા પહોંચવાનું નક્કી કર્યું હતું.

    આ પણ વાંચો: જૂનાગઢમાં યુવકની જાહેરમાં હત્યા, હત્યારો ક્રૂર બનીને તૂટી પડ્યો, લોહીના ખાબોચીયા ભરાયા, Live CCTV

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, બોકારો સ્ટીલ સિટી હોવા છતાં અહીં ઑક્સિજન સિલિન્ડર મેળવવો સરળ કામ ન હતું. તેણે આ માટે ઑક્સિજન વિક્રેતાઓ અને વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લીધી હતી. તમામ લોકો ઑક્સિજન સિલિન્ડર આપવા માટે તૈયાર હતા પરંતુ શરત એટલી હતી કે દેવેન્દ્રએ જાતે રિફિલ કરાવવો પડશે. તમામ પ્રયાસો બાદ ઝારખંડ સ્ટીલ ઑક્સિજન પ્લાન્ટનો એક ટેક્નિશિયન સુરક્ષા ડિપોઝિટ સામે તેને ઑક્સિજન ભરેલી બોટલ આપવા માટે તૈયાર થઈ ગયો હતો.

    આ પણ વાંચો: 61 વર્ષીય સસરો 33 વર્ષની પુત્રવધૂને ભગાડી ગયો! પૂત્રવધૂ અને દીકરાના પ્રેમ લગ્ન હતા

    દેવેન્દ્રનું કહેવું છે કે તેણે ઑક્સિજન સાથેના સિલિન્ડર માટે 10,400 રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદમાં તેણે ઝારખંડથી દિલ્હી માટેની પોતાની મુસાફરીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેને બે વખત પોલીસે અટકાવ્યો હતો. એક વખત બિહાર અને બીજી વખત ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરતી વખતે.

    જોકે, યુવકે સાચી વાત રજૂ કરતા તેને જવા દેવામાં આવ્યો હતો. તે સોમવારે બપોર પછી નોઇડા પહોંચ્યો હતો. ઑક્સિજનની મદદથી તેનો મિત્રો ગંભીર સ્થિતિમાંથી બહાર આવ્યો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં દેવેન્દ્રએ જણાવ્યું હતું કે, મારા મિત્રની હાલત હવે સ્થિર છે. જ્યાં સુધી તે સંપૂર્ણ સાજો નહીં થાય ત્યાં સુધી હું અહીં જ રહીશ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, Friendship, Jharkhand, Noida, Oxygen, Positive News, દિલ્હી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन