હકારાત્મક બનો, પડકારને સ્વીકારો અને આગળ વધો : રાજ્યવર્દનસિંહ રાઠોર

જયારે કોઈ તમારા આત્મગૌરવને પડકાર મળે છે ત્યારે-ત્યારે સમજી લો કે જો તમારી અંદરનો ચેમ્પિયન જાગૃત હશે તો તે ચેમ્પિયન હંમેશા તમને મજબૂત બનાવશે

News18 Gujarati
Updated: October 27, 2018, 5:46 PM IST
હકારાત્મક બનો, પડકારને સ્વીકારો અને આગળ વધો : રાજ્યવર્દનસિંહ રાઠોર
જયારે કોઈ તમારા આત્મગૌરવને પડકાર મળે છે ત્યારે-ત્યારે સમજી લો કે જો તમારી અંદરનો ચેમ્પિયન જાગૃત હશે તો તે ચેમ્પિયન હંમેશા તમને મજબૂત બનાવશે
News18 Gujarati
Updated: October 27, 2018, 5:46 PM IST
ન્યૂઝ18 ગુજરાતી :

સફળતાની એક જ ચાવી છે અને એ છે - તમારામાં સફળતા મેળવવા માટેની ભૂખ હોવી જોઈએ, કહે છે રાજ્યવર્ધનસિંહ રાઠોર, કેન્દ્રમાં માહિતી-પ્રસારણ અને ખેલ મંત્રાલયનો હવાલો સાંભળતા રાજ્યકક્ષાના મંત્રીના. યુથ ઓલિમ્પિક ખેલ 2018ના મેડલ વિજેતા ખેલાડીઓને અભિંદન સમારોહમાં દિલ્હી ખાતે વક્તવ્ય આપતાં રાજ્ય વર્ધન રાઠોર આ ઉદગારો રજૂ કર્યા હતા.

તમારા પેટમાં કોઈ બાબતને પામવાની કેટલી આગ છે, બસ  તે જ આગ તમને સફળતા સુધી લઇ જશે. આપણે સહુને એક શક્તિની જરૂરિયાત હોય છે અને આ શક્તિ કઈ છે તે તમારે શોધી કાઢવાની છે. જો વ્યક્તિગત રીતે મારી વાત કરું તો હું ભૌતિકશાસ્ત્રના ન્યૂટનના ત્રીજા નિયમને માનું છું. આ નિયમ અનુસાર મને તમે જેટલો દબાવશો, હું બમણા જોરથી ત્રાટકીશ !

હું એ તમામ લોકોનો આભારી છું જેમણે મને મારી જિંદગીમાં દબાવવાનો પ્રયાસ કર્યો। જો તેમણે મને દબાવ્યો ન હોત, મારી ઉપર વાક્બાણ ન છોડ્યા હોત તો હું સોગંધ સાથે કહું છું કે હું અહીંયા ન હોત ! તે સમયે મને ખુબ ખરાબ લાગતું હતું, પરંતુ સારું થયું તેમણે આવું બધું કર્યું। નહીંતર, હું આજે અહીં ન હોતા ક્યાંક શાંતિ અને સુકુનથી બેઠો હોત.

યાદ રાખો જયારે-જયારે કોઈ તમારા આત્મગૌરવને પડકાર મળે છે ત્યારે-ત્યારે સમજી લો કે જો તમારી અંદરનો ચેમ્પિયન જાગૃત હશે તો તે ચેમ્પિયન હંમેશા તમને મજબૂત બનાવશે. જીવનમાં પડકારોનો ક્યારેય અંત નથી જ આવવાનો પરંતુ તમને જયારે એવું લાગે કે તમારી સામે પડકાર આવી રહ્યા છે તો તમે મનમાં વિચાર કરો કે તમે પ્રગતિ કરી રહ્યાં છો. તમે સ્વયંને કહો કે હું આગળ વધી રહ્યો છું. આપણી આસપાસ નકારાત્મકતા છે, પરંતુ તમે રચનાત્મક બની રહો. આ નકારાત્મક વલણને કારણે અમુક લોગો આગળ નથી વધી શકતા. તમે રચનાત્મકતા કેળવી, મુશ્કેલીમાંથી માર્ગ કંડારી આગળ વધતા રહો.
First published: October 27, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...