પ્રભાત પુરોહિત, ચમોલી. વિશ્વ પ્રસિદ્ધ ભગવાન બદ્રી વિશાળ (Badrinath)ના કપાટ આજે વૈદિક પરંપરા અને પૂજા અર્ચનાની સાથે જ ખોલી દેવામાં આવ્યા છે, જે ચારધામમાં પ્રમુખ છે. આજે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન શ્રી નારાયણના કપાટ આ વર્ષ નર પૂજા માટે ખોલવામાં આવ્યા.
ભગવાન બદ્રી વિશાળના કપાટ ખુલવાથી પૂર્વ મંદિરના મુખ્ય પૂજારી રાવલની સાથે ધર્માધિકારી તથા વેદપાઠીઓ દ્વારા પૂજનની સાથે જ ગણેશ પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ રાજ દરબાર ટિહરી દ્વારા નિર્ધારિત તિથિ અને સમય પર આજે બ્રહ્મ વેલામાં 4:15 વાગ્યે ભગવાન બદ્રી વિશાળના કપાટ ખોલવામાં આવ્યા. ત્યારબાદ તમામ લોકોએ અખંડ દિવાના દર્શન કર્યા. નોંધનીય છે કે હવે અહીં ગ્રીષ્મકાળમાં 6 માસ સુધી ભગવાન બદ્રી વિશાળની પૂજા મનર રૂપમાં એટલે કે મુખ્ય પુજારી રાવલ દ્વારા કરવામાં આવશે.
Portals of Uttarakhand's Badrinath temple open with rituals in a ceremony that took place at 4.15 am today pic.twitter.com/mft1rMe5Rn
આ દરમિયાન ઉત્તરાખંડન મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે, ભગવાન વિષ્ણુના આઠમા વૈંકુઠ બદ્રીનાથ ધામના કપાટ આજે બ્રહ્મ મુહૂર્તમાં વિધિ-વિધાન અને ધાર્મિક અનુષ્ઠાન બાદ કપાટ ઉઘાડવામાં આવ્યા. જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. હું ભગવાન બદ્રી વિશાળથી પ્રદેશવાસીઓના સારા આરોગ્યની કામના કરું છું. તેની સાથે જ તેઓએ કહ્યું કે કોરોના મહામારીના કારણે અસ્થાયી રીતે ચારધામ યાત્રા સ્થગિત છે. મારો અનુરોધ છે કે ભગવાનના વર્ચ્યુઅલ દર્શન કરો અને પોતાના ઘરોમાં જ પૂજા-અર્ચના અને ધાર્મિક પરંપરાઓનનું નિર્વહન કરો. શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ વખતે કોવિડ-19ને કારણે જ્યાં સીમિત સંખ્યામાં જ કપાટ ખુલવાની વ્યવસ્થાથી જોડેલા હકૂકધારી લોકો બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુઓ માટે હજુ ધામમાં પ્રવેશ વર્જિત છે, જેથી ધામમાં કોઈ પ્રકારથી કોવિડ સંક્રમણનો ખતરો ન રહે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર