પ્રભાત પુરોહિત, પાંડુકેશ્વર/બદ્રીનાથ ધામઃ ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક ભગવાન બદ્રીનાથ ધામ (Badrinath Dham)ના કપાટ આજે સવારે 4:30 વાગ્યે વૈદિક મંત્રોચ્ચારની સાથે ખોલવામાં આવ્યા. COVID-19ના કારણે લાગુ લૉકડાઉન (Lockdown)ની વચ્ચે મુખ્ય પૂજારી સહિત માત્ર 28 લોકોની હાજરીમાં ભગવાન બદ્રી વિશાલના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ કારણે જ મુખ્ય પૂજારી સહિત પસંદગીના લોકોને જ કપાટ ખોલતી વખતે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી. ભગવાન બદ્રી વિશાલની આજે પહેલી અભિષેક પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવશે, જેથી કોરોના વાયરસ નામની મહામારીને દેશ અને સંસારથી દૂર કરવામાં સૌને સફળતા મળે.
સવારે દ્વાર પૂજનની સાથે જ મંદિરમાં મુખ્ય પૂજારી રાવલ તથા અન્ય હક હકૂકભારિયોની હાજરીમાં ભગવાન બદ્રી નારાયણના કપાટ ખોલવામાં આવ્યા. ભગવાન બદ્રી વિશાલના કપાટ ખોલતાં પહેલા મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. આજે વહેલી પરોઢે જ્યારે કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ તો મંદિરની ભવ્યતા દિવ્ય લાગતી હતી.
આ પણ વાંચો, કોરોનાઃ સરકારે મંગાવ્યું ‘ખાસ’ મશીન, 24 કલાકમાં કરશે 1200 સેમ્પલ ટેસ્ટિંગ
મંદિર પહોંચ્યા બાદ મુખ્ય પૂજારી રાવલ અને ધર્માધિકારીએ દ્વાર પૂજનની સાથે મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો. 4:30 વાગ્યે ભગવાન બદ્રી નારાયણ મંદિરના કપાટ આ વર્ષે યાત્રા કાલ માટે ખોલવામાં આવ્યા. કપાટ ખોલવાની સાથે જ તમામે અખંડ જ્યોતના દર્શન કર્યા. તમામને ભગવાન બદ્રીના નિર્વાણ દર્શનની તક મળી.
આ પણ વાંચો, WHOએ આપી ચેતવણી, શક્ય છે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ નહીં થાય!