દેશમાં બાળકીઓ પર વધી રહેલા રેપના કેસ માટે પોર્ન જવાબદારઃ મધ્ય પ્રદેશના મંત્રી

News18 Gujarati
Updated: April 24, 2018, 12:05 PM IST
દેશમાં બાળકીઓ પર વધી રહેલા રેપના કેસ માટે પોર્ન જવાબદારઃ મધ્ય પ્રદેશના મંત્રી

  • Share this:
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં પોર્નોગ્રાફિક વેબસાઇટ્સને કારણે બાળકીઓ પર બળાત્કાર અને છેડતીના કેસ વધી રહ્યા છે. મંત્રીએ કહ્યું હતું કે તેમની સરકાર મધ્ય પ્રદેશમાં આવી વેબસાઇટ્સને બેન કરવા પર વિચારણા કરી રહી છે.

મંત્રીએ કહ્યું હતું કે, 'અમને લાગે છે કે બાળકીઓ પર વધી રહેલા રેપના બનાવો અને છેડતીના વધી રહેલા બનાવો પાછળ પોર્ન જવાબદાર છે. અમે મધ્ય પ્રદેશમાં પોર્ન સામગ્રી પીરસતી વેબસાઇ્ટસને બ્લોક કરવા પર વિચાર કરી રહ્યા છીએ. આ માટે અમે કેન્દ્ર સરકારનો સંપર્ક કરીશું.'

એક રિપોર્ટ પ્રમાણે મધ્ય પ્રદેશ સરકારે 25 જેટલી પોર્ન વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે. ઇન્દોરમાં 19મી એપ્રિલે એક બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવ્યા બાદ સિંઘે આવું નિવેદન આપ્યું છે.

બે દિવસ પહેલા જ ઇન્દોરની એક મોડલે ટ્વિટર પર તેની સાથે ઘટેલા ભયાનક બનાવ અંગે વર્ણન કરતા લખ્યું હતું કે, ભરચક બજારમાં તેનું સ્કર્ટ ખેંચવમાં આવ્યું હતું અને કોઈ તેની મદદે આવ્યું ન હતું.

નોંધનીય છે કે દેશમાં બાળકીઓ પર વધી રહેલા અત્યાચાર બાદ રવિવારે કેન્દ્રીય કેબિનેટે 12 વર્ષથી નાની ઉંમરની બાળકી પર બળાત્કારના કેસમાં ફાંસીની સજા માટેના ખાસ વટહુકમને મંજૂરી આપી દીધી હતી. મધ્ય પ્રદેશની જેમ અન્ય રાજ્યો પણ પોર્નોગ્રાફિક સામગ્રી પીરસી રહેલી વેબસાઇટ્સને બેન કરવા અંગે વિચારણા કરી રહી છે.
First published: April 24, 2018
વધુ વાંચો
अगली ख़बर