કોરોના વાયરસ પર Video કોન્ફરન્સ, સ્ક્રિન પર ચાલવા લાગી પૉર્ન ફિલ્મ

News18 Gujarati
Updated: April 1, 2020, 5:53 PM IST
કોરોના વાયરસ પર Video કોન્ફરન્સ, સ્ક્રિન પર ચાલવા લાગી પૉર્ન ફિલ્મ
પ્રતિકાત્મક તસવીર

હમણા ઓનલાઈન અભ્યાસ દરમિયાન પોર્ન ચાલવાના સમાચાર સામે આવ્યા હતા

  • Share this:
ન્યુયોર્ક : અમેરિકામાં કોરોના વાયરસ(Coronavirus)ના સંક્રમણથી બચવા માટે અનેક લોકોને કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન કામકાજ કરતા લોકો વીડિયો કોન્ફરન્સ દ્વારા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા, અને પોતાનું કામ પતાવી રહ્યા હતા. પરંતુ હમણા એક એવી ઘટના સામે આવી કે વીડિયો કોન્ફરન્સ દરમિયાન જાતે જ સ્ક્રિન પર પોર્ન ચાલવા લાગ્યું.

ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક(Newyork)ના લોકોએ ફરિયાદ કરી છે કે, વીડિયો કોન્ફરન્સ દરમિયાન તેમના કોન્ફરન્સને હેક કરવામાં આવ્યું અને સ્ક્રિન પર જાતે જ પોર્ન ફિલ્મ ચાલવા લાગી. કેટલાક લોકોએ હેટ સ્પીચ અને ધમકી ભર્યા ભાષણ ચાલવાની વાત કરી છે.

જૂમ એપના વીડિયો કોન્ફરન્સ દરમિયાન ચાલી પોર્ન ફિલ્મ


અમેરિકામાં વીડિયો કોન્ફરન્સ (video conference) માટે જૂમ એપનો ખુબ ઉપયોગ થાય છે. આ એપ પર વીડિયો કોન્ફરન્સ દરમિયાન પોર્ન ફિલ્મ ચાલવાની વાત સામે આવી છે. લોકોની મિટીંગ ચાલી રહી હતી, અને વચ્ચે સ્ક્રિન પર પોર્ન મૂવી ચાલવા લાગી, આ વાતની તપાસ હવે એફબીઆઈ કરી રહી છે.

ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે જૂમ કંપની પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે કે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પોર્ન ફિલ્મ કેવી રીતે ચાલવા લાગી. એટર્ની જનરલે કહ્યું કે, આ લોકોની પ્રાઈવેસી અને સુરક્ષા સાથે દગો કહેવાય. કંપની આ મામલે તુરંત તપાસ કરે અને તેનો જવાબ આપે.એટર્ની જનરલની ઓફિસ જૂમ કંપની સાથે મળી આ મામલાની તપાસ કરી રહ્યા છે. આ મામલાની જાણકારી ત્યારે થઈ, જ્યારે એફબીઆઈના બોસ્ટન ઓફિસે ચેતાવણી જાહેર કરી કે કેટલાક લોકો વીડિયો કોન્ફરન્સ દરમિયાન પોર્ન, હેટ સ્પીચ અને ધમકી ભર્યા ભાષણની ફરિયાદ કરી છે.

એફબીઆઈએ જૂમ એપ(Zoom app)ને હેક કરવાના બે મામલા પકડ્યા
એફબીઆઈએ આવા બે મામલા પકડ્યા છે. એક મામલામાં ઓનલાઈન અભ્યાસ દરમિયાન પોર્ન ચાલવાના સમાચાર સામે આવ્યા હતા. કોરોના વાયરસ સંક્રમણના કારણે અમેરિકાની સ્કૂલો બંધ છે. અનેક સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવી રહી છે. મેસાચુસેટ્સ હાઈ સ્કૂલમાં ઓનલાઈન અભ્યાસ દરમિયાન એક હેકરે વર્ચ્યુઅલ ક્લાસરૂમને હેક કર્યું હતું. હેકર્સ અભ્યાસ કરાવતા ટિચર્સને ચિઢાવા લાગ્યા અને તેના ઘરનું એડ્રેસ બતાવી ધમકાવવા લાગ્યા.
First published: April 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading