ભારતમાં એક બાળકની નીતિ લાગુ થશે તો તેની શું આડઅસર થઈ શકે છે?

પ્રતિકાત્મક તસવીર - (pxfuel)

ઉત્તરપ્રદેશ રાજ્ય વિધિ આયોગે જનસંખ્યા નિયંત્રણ બિલના ડ્રાફ્ટ અંગે લોકોની સલાહ માંગી છે, આ નીતિ હેઠળ બેથી અધિક બાળકો હોવા પર સરકારી નોકરી માટે અરજીથી લઈને સ્થાનિક ચૂંટણી લડવા માટે રોક લગાવવાની રજૂઆત કરવામાં આવી છે

  • Share this:
ઉત્તરપ્રદેશ રાજ્ય વિધિ આયોગે જનસંખ્યા નિયંત્રણ બિલના ડ્રાફ્ટ અંગે લોકોની સલાહ માંગી છે. રાજ્યમાં નવી જનસંખ્યા નીતિનું એલાન કરવામાં આવ્યું છે. આ નીતિ હેઠળ બેથી અધિક બાળકો હોવા પર સરકારી નોકરી માટે અરજીથી લઈને સ્થાનિક ચૂંટણી લડવા માટે રોક લગાવવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે માત્ર એક બાળકના જન્મ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. એક બાળક રાખવાની નીતિ લાગુ થવા અંગે અનેક વિવાદ થઈ રહ્યા છે.

નીતિનો વિરોધ

વિધિ આયોગે ઉત્તરપ્રદેશમાં નવી જનસંખ્યા નીતિનું પ્રારૂપ વેબસાઈટ પર રજૂ કર્યું છે અને લોકોના અભિપ્રાય માંગ્યા છે. તેના પર વિશ્વ હિન્દુ પરિષદે સલાહ આપતા કહ્યું કે એક બાળક રાખવાની નીતિને દૂર કરીને બે બાળકની નીતિ રાખવી જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદે તેનું કારણ જણાવ્યું છે કે સમાજમાં અલગ અલગ સમુદાયોમાં વસ્તીને લઈને અલગ-અલગ વિચારધારા છે. જેનાથી જનસંખ્યામાં અસંતુલન સર્જાઈ શકે છે. જેનાથી કેટલાક સમુદાયના બાળકોમાં વધારો થશે અને અન્ય સમુદાયોની સંખ્યા ઓછી થતી જશે.

એક બાળકની નીતિથી નકારાત્મક અસર પણ થઈ શકે છે

જેનાથી કમાનાર વ્યક્તિની સંખ્યા ઓછી થઈ જશે અને ઉપભોગ કરનારની સંખ્યામાં વધારો થશે. આ વાત પહેલા પણ રજૂ કરવામાં આવી હતી. માત્ર એક બાળક રાખવાથી બે પેઢી બાદ એવી પરિસ્થિતિનું સર્જન થશે જેમાં પરિવારમાં માતા-પિતા અને તેમના પણ માતા-પિતાની જવાબદારી માત્ર એક યુવા વ્યક્તિ પર આવી જશે.

આ પણ વાંચો - દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય તેવા દ્રશ્યો, જુઓ વીડિયો

ટોટલ ફર્ટિલિટી રેટમાં ઘટાડો

દેશમાં સરેરાશ TFR 2.1 છે, પરંતુ અનેક રાજ્યોમાં તે ઝડપથી ઘટી રહ્યો છે. યુવાઓ લગ્ન કરવામાં અને બાળકને જન્મ આપવામાં રસ દાખવી રહ્યા નથી. આંધ્ર પ્રદેશમાં ટોટલ ફર્ટિલિટી રેટ સૌથી ઓછો 1.7 છે. આ રાજ્યોએ કોઈ પણ કામ માટે અન્ય રાજ્યો પર નિર્ભર રહેવું પડે છે.

આ પ્રકારની સ્થિતિ દેશમાં સર્જાઈ શકે છે

ભારત સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. જો ઝડપથી જનસંખ્યા ઓછી થઈ જશે તો વૃદ્ધની વસ્તીમાં વધારો થઈ જશે અને ઉત્પાદકતા ઓછી થઈ જશે. આ પ્રકારની પરિસ્થિતિ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં જોવા મળી રહી છે. ચીનમાં ત્રણ બાળકોના જન્મ માટે મંજૂરી આપવામાં આવી છે. જાપાનમાં સરકાર ઈચ્છવા છતા લોકોને પ્રજનન દર વધારવા માટે પ્રેરિત નથી કરી શકતી. જાપાનમાં અન્ય દેશમાંથી લોકોને કામ માટે બોલાવવામાં આવે છે.

ધાર્મિક અસંતુલન આવવાનો ભય

ભારતમાં જનસંખ્યામાં અસંતુલન ઉત્પન્ન થાય તો તેની અસર દેશની આંતરિક સુરક્ષા પર થઈ શકે છે. અત્યારે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, જેમાં ધાર્મિક વિદ્રોહ ભડકાવવાની વારંવાર આશંકા કરવામાં આવી રહી છે. જો માત્ર કોઈ એક સમુદાયની વસ્તીમાં વધારો થશે તો અન્ય સમુદાયમાં ભય ઊભો થવાની આશંકા છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાય છે, તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

લિંગભેદ વધી શકે છે

અન્ય એક એવું કારણ છે જેના કારણે એક બાળક નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં લિંગભેદ ખૂબ જ જોવા મળી રહ્યો છે. જો માત્ર એક બાળકની નીતિ આવશે તો કપલ પુત્રીની જગ્યાએ પુત્ર જન્મને વધુ મહત્વ આપશે. જેના કારણે કન્યા ભ્રૂણની હત્યામાં વધારો થઈ શકે છે. લગભગ બે દાયકા પહેલા આ સમસ્યા ખૂબ જ વધુ જોવા મળી હતી. જેના કારણે છોકરા અને છોકરીમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો. આ ભેદભાવને રોકવા માટે સરકારે ભ્રૂણ પરીક્ષણ માટે કડક નિયમો બનાવવા પડ્યા હતા.

અનેક સામાજિક અને ભાવનાત્મક પરેશાનીનો પણ સામનો કરવો પડી શકે છે, જેમ કે બાળકે એકલા જ મોટા થવું પડશે. આ પરિસ્થિતિમાં બાળકમાં હળીમળીને રહેવાની ભાવના ઉત્પન્ન નહીં થાય. બાળક જ્યારે મોટું થઈને કામધંધો કરશે, ત્યારે તેને ઓફિસનું વાતાવરણ નેગેટિવ બનાવી દેશે. કઝિન ભાઈ અને બહેનોનો કોન્સેપ્ટ અને સંયુક્ત પરિવાર જેવી બાબતો માત્ર પુસ્તકો સુધી સીમિત રહેશે. જેનાથી ફેમિલી સ્ટ્રક્ટર સમજવામાં બાળકને ખૂબ જ પરેશાની થશે.
First published: