Home /News /national-international /VIDEO: 'સૌથી વધારે કોન્ડોમ અમે વાપરી રહ્યા છીએ', જનસંખ્યા નિયંત્રણ પર ઓવૈસીએ મોહન ભાગવતને આપ્યો જવાબ
VIDEO: 'સૌથી વધારે કોન્ડોમ અમે વાપરી રહ્યા છીએ', જનસંખ્યા નિયંત્રણ પર ઓવૈસીએ મોહન ભાગવતને આપ્યો જવાબ
અસદુદ્દીન ઓવૈસીનો વીડિયો વાયરલ (ફાઈલ ફોટો)
એક જાહેરસભાને સંબોધન કરતા ઓવૈસીએ કહ્યુ હતું કે, મુસલમાનોની વસ્તી વધતી નથી પણ ઘટી રહી છે. તમે નાહકના ટેન્શન ન લેતા. વસ્તી ઘટી રહી છે. મુસલમાનોનો ટીએફઆર રેટ ઘટી રહ્યો છે.
નવી દિલ્હી: જનસંખ્યા નિયંત્રણ મુદ્દા પર દેશભરમાં રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના ધાર્મિક અસંતુલનવાળા નિવેદન પર ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઓવૈસીએ કહ્યું કે, ચિંતા ન કરો, મુસ્લિમ વસ્તી નથી વધી રહી, પણ ઘટી રહી છે, સૌથી વધારે કોન્ડોમનો ઉપયોગ કોણ કરી રહ્યું છે ? એ અમે છીએ. તેના પર મોહન ભાગવત કહીં નહીં બોલે.
વીડિયોમાં એક જાહેરસભાને સંબોધન કરતા ઓવૈસી કહી રહ્યા છે કે, મુસલમાનોની વસ્તી વધી રહી નથી, તમે નાહકના ટેન્શન ન લો, નથી વધી રહી. વસ્તી ઘટી રહી છે અમારી. મુસલમાનોનો TFR ઘટી રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, બે બાળકો પૈદા કરવામાં સૌથી વધારે અંતર મુસલમાનો રાખી રહ્યા છે. તેમના સવાલના હિસાબે કહ્યું કે, સૌથી વધારે કોન્ડોમ કોણ વાપરી રહ્યા છે ? અમે વાપરી રહ્યા છીએ. મોહન ભાગવત તેના પર કંઈ નહીં બોલે.
#WATCH | On RSS chief Mohan Bhagwat's statement that there's a religious imbalance in India, AIMIM chief Asaduddin Owaisi says, "Don't fret, Muslim population is not increasing, it's rather falling... Who's using condoms the most? We are. Mohan Bhagwat won't speak on this." pic.twitter.com/kcaYLaNm7A
અહીં ઉલ્લેખનિય છે કે, નાગપુરમાં ગત બુધવારે 5 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દશેરા રેલીમાં બોલતા મોહન ભાગવતે કહ્યુ કે, ભારતને વ્યાપક વિચાર બાદ જનસંખ્યા નીતિ તૈયાર કરવી જોઈએ અને આ તમામ સમુદાય પર સમાન રીતે લાગૂ થવી જોઈએ. આરએસએસ પ્રમુખે એવું પણ કહ્યું હતું કે, સમુદાય આધારિત જનસંખ્યા અસંતુલન એક મહત્વનો વિષય છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર