Home /News /national-international /

Popular Front of India: ચોંકવનારી પીએફઆઈની ખતરનાક રણનીતિ, ચાર સ્તરની રણનીતિમાં દેશને બરબાદ કરવાનો મજબૂત પ્લાન હતો

Popular Front of India: ચોંકવનારી પીએફઆઈની ખતરનાક રણનીતિ, ચાર સ્તરની રણનીતિમાં દેશને બરબાદ કરવાનો મજબૂત પ્લાન હતો

ફાઇલ તસવીર

Popular Front of India: વિવાદિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા દેશને બહુ મોટો આઘાત પહોંચાડવાની રણનીતિ પર કામ કરી રહ્યુ હતુ. તેમાં દેશને નુકસાન પહોંચાડવા માટે ચોંકવનારી 4 સ્તરીય રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તેની રણનીતિમાં રાજનીતિ સાથે સાથે ન્યાયાતંત્ર અને સેના પણ નિશાને હતી. તેમાં દરેક જગ્યાએ વફાદાર લોકોને ઘુસાડીને દેશને નુકસાન પહોંચાડવાનું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની રણનીતિ સફળ થઈ જશે તો દેશને જે નુકસાન થશે તેનો અંદાજો પણ લગાવી શકાશે નહીં. ચોંકાવનારી અને ચેતવણી આપનારી આ રણનીતિમાં પીએફઆઈ સંગઠન ચાર સ્તરે કામ કરી રહ્યુ છે. પહેલા મુસ્લિમોને અત્યાચારની યાદ આપાવવી અને હથિયારોનું પરીક્ષણ આપવું. બીજું છે, તેમની ફરિયાદોને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની. ત્રીજુ છે, રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ) અને ઓબીસી વચ્ચે મતભેદ ઉભો કરવો. ચોથો છે, ન્યાયાલય, સેના, પોલીસ અને રાજનીતિમાં વફાદાર મુસ્લિમોને ઘુસાડવાની.

    ન્યૂઝ18 પાસે પીએફઆઈ 4 સ્તરની જાણકારી ત્યારે આવી હતી, જ્યારે સંગઠન પદાધિકારીઓએ મોડી સાંજ સુધી હડતાળની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના નેતૃત્વમાં કેટલીક ટીમોએ પીએફઆઈના 15 ઠેકાણે દરોડા પાડ્યા હતા અને 106 લોકોની ધરપકડ કરી હતી. સૌથી વધુ 22 લોકો કેરળથી પકડવામાં આવ્યા છે. કારણ કે ત્યાં પીએફઆઈ દેશના અન્ય રાજ્યો કરતાં મજબૂત છે. આ તમામ ધરપકડ કરાયેલા લોકો ઉપર દેશમાં આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપવાનો આક્ષેપ છે.

    આ પણ વાંચોઃ આખરે કોણ છે PFI ના સભ્યો, કેમ NIA એ સંગઠન પર કરી રેડ?

    આ પહેલા ચરણની રણનીતિ


    સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, પહેલા ચરણમાં પીએફઆઈએ મુસ્લિમોને તેમના નેતૃત્વમાં લેવાની કોશિશ કરી હતી. તેમણે મુસ્લિમ સમુદાયને તેમના દુઃખ અને અત્યાચાર યાદ અપાવ્યાં હતા. પીએફઆઈ પર કથિત રૂપે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ મુસ્લિમ સમુદાયને એવું વિચારવા પર મજબૂર કરી દે કે તે લોકો જ તેમનું નેતૃત્વ કરી શકે તેમ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ વિવાદિત સંગઠન યુવાઓને લોખંડના સળિયા મારવાનું અને હથિયાર વાપરવાનું શિક્ષણ આપવા માગતું હતું.

    આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં PFIના ઠેકાણાઓ પર રેડ

    બીજું ચોંકાવનારું ચરણ


    બીજા ચરણમાં પીએફઆઈ ઇચ્છે છે કે, મુસ્લિમોના મુદ્દાઓને તેમના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવે. સંગઠનને વિશ્વાસ હતો કે, સમયાંતરે થનારી હિંસા મુસ્લિમો પર થતા અત્યાચારને રજૂ કરશે. પીએફઆઈએ કથિત રૂપે આ સલાહ આપી હતી કે મોટા લક્ષ્યો માટે પોતે થનારી ક્ષતિ પર તેમણે વધુ ધ્યાન ન આપવું જોઈએ.

    ત્રીજા અને ચોથા ચરણની રાજનીતિ


    ત્રીજા ચરણની રાજનીતિ અંતર્ગત પીએફઆઈના સદસ્યોને કહેવાયું હતું કે, તે અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિત ઓબીસી વર્ગના હિંદુઓનો સાથ ન આપે. તેમની અને આરએસએસ વચ્ચે ખટરાગ પેદા કરવો. આ સાથે જ તેમની પાસેથી હથિયારો ભેગા કરવા પણ જણાવ્યું હતું. ચોથા ચરણની રાજનીતિમાં સંગઠન ઇચ્છે છે કે, તેમના વફાદાર લોકો ન્યાયાલય, પોલિસ, સેના અને રાજનીતિમાં ઘુસણખોરી કરે. જેથી ધીમે-ધીમે ઇસ્લામિક સિદ્ધાંતો પર આધારિત સંવિધાન બનાવી શકાય. તેમાં હથિયાર અને સિસ્ટમનો ભરપૂર ઉપયોગ થાય છે.
    Published by:Vivek Chudasma
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन