તુર્કીના હાગિયા સોફિયા મ્યૂઝિયમને મસ્જિદમાં ફેરવી દેવાના નિર્ણયની પોપ ફાન્સિસે કરી ટીકા

News18 Gujarati
Updated: July 13, 2020, 9:04 AM IST
તુર્કીના હાગિયા સોફિયા મ્યૂઝિયમને મસ્જિદમાં ફેરવી દેવાના નિર્ણયની પોપ ફાન્સિસે કરી ટીકા
પોપ ફાન્સિસે કહ્યું કે, તુર્કી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી તેમને ભારે આઘાત લાગ્યો છે. (Photo:AP)

પોપ ફાન્સિસે કહ્યું કે, તુર્કી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી તેમને ભારે આઘાત લાગ્યો છે

  • Share this:
વેટિકન સિટીઃ પોપ ફ્રાન્સિસ (Pope Francis)એ હાગિયા સોફિયા સંગ્રહાલય (Hagia Sophia Museum)ને મસ્જિદ (Mosque)માં ફેરવી દેવાના નિર્ણયની ટીકા કરી છે. તેઓએ કહ્યું કે તુર્કી (Turkey) દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી તેમને ભારે આઘાત લાગ્યો છે.

રવિવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોતાની સાપ્તાહિક પ્રાર્થના સભામાં પોપે કહ્યું કે, હું જ્યારે સાંતા સોફિયા વિશે વિચારું છું તો ઘણું દુઃખ થાય છે. બીજી તરફ, વર્લ્ડ ઓર્થોડોક્સ ક્રિશ્ચિયનના ઇસ્તંબુલ સ્થિત એક ધાર્મિક નેતાએ તુર્કીના નિર્ણયને નિરાશાજનક ગણાવ્યું છે. નોંધનીય છે કે, તુર્કીની એક કોર્ટે 1934ની તત્કાલીન સરકારના આ નિર્ણયને પલટી દીધો હતો, જેમાં આ મસ્જિદને સંગ્રહાલયનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપ્રમુખ રેસપ તૈય્યબ અર્દોગને શુક્રવાર સાંજે દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે હાગિયા સોફિયામાં 24 જુલાઈએ પહેલીવાર નમાજ પઢવામાં આવશે.

હાગિયા સોફિયા ઈમારતનું નિર્માણ વર્ષ 360માં થયું હતું. (AP Photo/Emrah Gurel)


આ પણ વાંચો, અમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’!

વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચીઝે પણ ઉઠાવ્યો સવાલ

વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચીઝના પ્રમુખે તુર્કીના રાષ્ટ્રપ્રમુખે પત્ર લખીને હાગિયા સોફિયાને એક સંગ્રહાલયથી મસ્જિદમાં ફેરવી દેવાના નિર્ણય પર દુઃખ અને નિરાશા વ્યક્ત કરી છે. જિનેવા સ્થિત સંગઠનના અંતરિમ મહાસચિવ ઇયાન સાકા દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ ધરોહર યાદીમાં સામેલ હાગિયા સોફિયા તમામ દેશોના લોકો માટે પ્રેરણા સ્થાન છે. તેઓએ તુર્કીના રાષ્ટ્રપ્રમુખ અર્દોગનને નિર્ણય પર પુનઃવિચાર કરવાનો આગ્રહ કર્યો છે. બીજી તરફ, ફ્રાન્સના વિદેશ મંત્રી જીન યે લી ડ્રિયન હાગિયા સોફિયાને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. આ પગલાથી આધુનિક અને ધર્મનિરપેક્ષ તુર્કી પર સવાલ ઉઠશે. બીજી તરફ અમેરિકના વિદેશ વિભાગે કહ્યું કે તેઓ આ નિર્ણયથી નારાજ છે અને તેઆ આ વાતને જોશે કે તુર્કીના આ નિર્ણયને કેવી રીતે લાગુ કરે છે.આ પણ વાંચો, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય વિરુદ્ધ હાવર્ડ અને MIT બાદ જૉન્સ હોપિકિન્સ યુનિવર્સિટી પહોંચી કોર્ટ

ચર્ચ અને મસ્જિદથી લઈને સંગ્રહાલલય સુધીની સફર : હાગિયા સોફિયા ઈમારતનું નિર્માણ વર્ષ 360માં થયું હતું. તે સમયે આ ચર્ચા હતી. હાગિયા સોફિયા ઈમારતના નિર્માણ બાદ લગભગ એક હજાર વર્ષ સુધી આ દુનિયાના અગત્યના ચર્ચો પૈકી એક હતું. 15મી સદીમાં ઉસ્માન બિજાન્તિનોંએ ઈસ્તંબુલ પર આક્રમણ કરી પોતાનો અધિકારી જમાવી દીધો હતો. ત્યારબાદ આ ચર્ચને મસ્જિદમાં ફેરવી દેવામાં આવી. જ્યારે આધુનિક તુર્કીના નિર્માતા ઓટોમન સામ્રાજ્યના સત્તાપલટો કર્યો તો તેઓએ વર્ષ આ ઈમારતને સંગ્રહાલય જાહેર કરી દીધું હતું.
Published by: Mrunal Bhojak
First published: July 13, 2020, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading