Home /News /national-international /Pope Benedict Death: વધુ એક મહાન હસ્તીનું નિધન, 2022 ના છેલ્લા દિવસે દુનિયા છોડી ગયા પૂર્વ પોપ બેનેડીક્ટ

Pope Benedict Death: વધુ એક મહાન હસ્તીનું નિધન, 2022 ના છેલ્લા દિવસે દુનિયા છોડી ગયા પૂર્વ પોપ બેનેડીક્ટ

pop benedict

Pop Benedict Passed Away: ખ્રિસ્તી ધર્મના વડા કહેવાતા પૂર્વ પોપ બેનેડીક્ટ 95 વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયા છે. તેઓ 600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પોપ હતા.

    Pope Benedict Passed Away: ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટનું દેહાવસાન થયાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે  શનિવાર, 31 ડિસેમ્બરના રોજ વેટિકન સિટીમાં તેઓ મૃત્યુ પામ્યા છે. તેમની ઉંમર 95 વર્ષની હતી. તેમણે 2005 થી 2013 સુધી એપોસ્ટોલિક સીનું આયોજન કર્યું હતું.

    વેટિકન ચર્ચના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દુઃખ સાથે કહેવું પડે છે કે ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ XVI નું વેટિકનના મેટર એક્લેસિયામાં સવારે 9:34 વાગ્યે નિધન થયું છે.



    તેઓ ખ્રિસ્તી ધર્મના સૌથી ટોચના પદ એટ્લે કે પોપ પદે રહી ચૂક્યા છે. તેઓ 16માં પોપ હતા. વર્ષ 2013 માં, તેમણે કોઈ કારણોસર પોપ પદ છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આવું 600 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બન્યું હતું. તાજેતરના સમયમાં તેઓ વેટિકન ગાર્ડનમાં એક નાનકડા મઠ, મેટર એક્લેસિયામાં રહેતા હોવાની માહિતી મળી હતી.



    વૃદ્ધાવસ્થાના કારણે તબિયત લથડી હતી 




    ઉલ્લેખનીય છે કે સમાચાર આવ્યા હતા કે બેનેડિક્ટ 16મી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. વૃદ્ધાવસ્થાના કારણે તેમની તબિયત લથડી હતી. પોપ ફ્રાન્સિસે બુધવારે વેટિકનમાં લોકોને બેનેડિક્ટ XVI માટે વિશેષ પ્રાર્થના કરવા અપીલ કરી હતી. પોપ ફ્રાન્સિસે કહ્યું હતું કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ચર્ચ પર તેમની કૃપા અંત સુધી જળવાઈ રહે.
    આઠ વર્ષ સુધી રોમન કેથોલિક ચર્ચના પોપ હતા




    બેનેડિક્ટ 2005માં વેટિકન સિટીના પોપ તરીકે ચૂંટાયા હતા. બેનેડિક્ટ 16નો જન્મ જર્મનીમાં થયો હતો અને તેનું બાળપણનું નામ જોસેફ રેટ્ઝિંગર હતું.  તેઓ પોપ તરીકે ચૂંટાયા તે સમયે તેઓ 78 વર્ષના હતા અને સૌથી વૃદ્ધ પોપમાંના એક હતા. તેઓ લગભગ આઠ વર્ષ સુધી રોમન કેથોલિક ચર્ચના પોપ હતા. તેમણે 2013 માં પદનો ત્યાગ કર્યો, 1415 માં ગ્રેગરી XII પછી 600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પોપ બન્યા હતા.



    આજે પૂર્વ પોપના નિધનના કારણે ખ્રિસ્તી ધર્મના વડાઓમાં અને સામાન્ય લોકોમાં પણ ગમગીની છવાઇ ગઈ હતી.  ઉપરાંત આજે વર્ષ 2022 નો છેલ્લો દિવસ છે. અને લોકો ન્યુ યરની ઉજવણીમાં લાગી ગયા છે.



    " isDesktop="true" id="1311160" >


    હજુ ગઈ કાલે સોકર સ્ટાર પેલેનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. તો બીજી તરફ ભારતમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાના નિધનના કારણે ગમગીનીનો માહોલ છવાયેલ રહ્યો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: 2022, Christian, New year

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन