Home /News /national-international /ગરીબ સવર્ણોને અનામતનો લાભ શરૂ, આ 8 ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર

ગરીબ સવર્ણોને અનામતનો લાભ શરૂ, આ 8 ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

જો તમે પણ અનામતનો લાભ લેવા માંગો છો તો તુંરત જ આઠ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લો.

ન્યૂઝ18 ગુજરાતી : સામાન્ય વર્ગના લોકોને આજથી 10 ટકા અનામતનો લાભ મળવાનો શરૂ થઈ જશે. અનામતના લાભ માટે સરકાર તરફથી અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવા માટે તમારી પાસે આઠ જેટલા પ્રમાણપત્ર/દસ્તાવેજ/ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. આ ડોક્યુમેન્ટ્સ વગર તમે અનામતનો લાભ નહીં લઈ શકો. જો તમે પણ અનામતનો લાભ લેવા માંગો છો તો તુંરત જ આઠ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લો.

1) આવકનું પ્રમાણપત્ર :-

અનામતનો લાભ લેવા માટે આવકનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી બની શકે છે. સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે સવર્ણ અનામતનો લાભ એ લોકોને જ મળશે જેની વાર્ષિક આવક રૂ. આઠ લાખથી ઓછી હશે.

2) જાતિ પ્રમાણપત્ર :-

સવર્ણ અનામતનો લાભ લેવા માટે જરૂરી છે કે તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર હોય. સવર્ણ જાતિમાં આવતા ઉમેદવારોને જાતિનું પ્રમાણપત્ર આપવાની આજ દિવસ સુધી કોઈ જરૂર રહેતી ન હતી, આથી શક્ય છે કે મોટા ભાગના ઉમેદવારો પાસે આ પ્રમાણપત્ર નહીં હોય.

3) બીપીએલ કાર્ડ :-

અનામતનો લાભ લેવા માટે જરૂરી છે કે તમે એ વાત પણ સાબિત કરો કે તમે સવર્ણ જ્ઞાતિમાં આવતા હોવા છતાં આર્થિક રીતે પછાત છો. જો તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો તમારા માટે આવું સાબિત કરવું સરળ બની જશે.

4) પાન કાર્ડ :-

પાન કાર્ડને આજના સમયમાં નોકરી અને સેવાઓ માટે જરૂરી બનાવી દેવામાં આવ્યું છે. જો તમે હજી સુધી તમારું પાન કાર્ડ નથી બનાવ્યું તો આ માટે તુંરત જ અરજી કરી દો. શિક્ષણ અને નોકરીમાં પાન કાર્ડ આપવું જરૂરી છે.

5) આધાર કાર્ડ :-

અનામતનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડને ભારતીય નાગરિક હોવાની ઓળખ તરીકે સ્વીકારવામાં આવે છે. આધાર કાર્ડના માધ્યમથી તમારી પૂરી જાણકારી મળી શકે છે, આ માટે જ નોકરી માટે તેને જરૂરી બનાવી દેવામાં આવ્યું છે. જો તમે હજી સુધી આધાર કાર્ડ નથી બનાવ્યું તો તાત્કાલિક આ માટે અરજી કરી દો.

6) ઇન્કમ ટેક્સ રિટર્ન :-

સવર્ણોએ અનામતનો લાભ ઉઠાવવા માટે ઇન્કમટેક્સ રિટર્નની કોપી પોતાની પાસે રાખવી જરૂરી છે. નોકરી કરી રહ્યા હોવાની સ્થિતિમાં તમે ફોર્મ-16ના માધ્યમથી સાબિત કરી શકો છો કે તમારી વાર્ષિક આવક રૂ. 8 લાખથી વધારે નથી અને તમે અનામત મેળવવા માટે હકદાર બનો છો.

7) પાસબુકની કોપી:-

અનામતનો લાભ ઉઠાવવા માટે પાસબુકની કોપી પણ તમારી પાસે રાખો. તમારે ત્રણ મહિનાનું સ્ટેટમેન્ટ બતાવવું પડી શકે છે. જેનાથી તમારી આવક અંગે માહિતી મળી શકે.

8) જનધન યોજના સાથે જોડાવ:-

ગરીબ સવર્ણોને આર્થિક આધાર પર નોકરી અને શિક્ષણ માટે 10 ટકા અનામતનો લાભ લેવા માટે જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. જનધન યોજના અંતર્ગત એ જ ખાતાધારકોને લાભ મળશે જે આર્થિક રીતે પછાત છે.
First published:

Tags: OBC, Paas

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો