QS વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનું કંગાળ પ્રદર્શન, માત્ર ત્રણ IITને મળ્યું સ્થાન

QS વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનું કંગાળ પ્રદર્શન, માત્ર ત્રણ IITને મળ્યું સ્થાન
પ્રતિકાત્મક તસવીપ

QS યુનિવર્સિટીની ટોચના 100 એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ભારતની કુલ 3 એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થયો છે.

  • Share this:
    નવી દિલ્હીઃ QS યુનિવર્સિટી (QS university) દ્વારા વિષયો આધારે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ વિશ્વના ટોચના 100 કોર્સમાંથી 25 અભ્યાસક્રમોને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત QS યુનિવર્સિટીની ટોચના 100 એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટની યાદીમાં ભારતની કુલ 3 એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થયો છે. જેમાં આઇઆઇટી મુંબઈને શ્રેષ્ઠ 49મો ક્રમ મળ્યો છે. જ્યારે આઇઆઇટી દિલ્હીને 54મો અને આઇઆઇટી મદ્રાસને 94મો ક્રમ મળ્યો છે.

    બીજી તરફ અમેરિકાની એમઆઇટી ફરીથી ટોચના ક્રમે રહી છે. QS યુનિવર્સિટીના આંકડા મુજબ બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સએ નેચરલ સાયન્સની યાદીમાં 92મું સ્થાન મેળવ્યું છે. એનઆઈઆરએફ 2020ની યાદીમાં આ સંસ્થાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ યાદીમાં આઇઆઇટી બોમ્બે 114માં, આઇઆઇટી મદ્રાસ 187માં અને આઇઆઇટી દિલ્હી 210માં સ્થાને રહ્યું હતું.



    ઉલ્લેખનીય છે કે, QS વિશ્વ યુનિવર્સિટી રેન્કિંગ માટે દેખાવને ચાર માપદંડો આંકવામાં આવે છે, જેમાં એકેડેમિક રેપ્યુટશન, એમ્પ્લોયર રેપ્યુટશન, રિસર્ચ ઈંપેક્ટ અને શૈક્ષણિક સંસ્થાના ફેકલ્ટીની પ્રોડક્ટિવિટીનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચોઃ-આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત

    આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! બ્રાંદ્રા-જેસલમેર ટ્રેનમાં મહિલાને થયો કડવો અનુભવ

    આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

    પેટ્રોલિયમ એન્જિનિયરિંગના શ્રેષ્ટ શૈક્ષણિક સંસ્થાનની યાદીમાં આઇઆઈટી મદ્રાસ 30મા સ્થાને છે. આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી ખડગપુર અનુક્રમે 41 અને 44મા સ્થાને છે. QSના વિષય આધારિત રેન્કિંગમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ વિષયમાં દેશની પબ્લિક ઇન્સ્ટિટ્યૂટનું આ શ્રેષ્ઠ પ્રદર્શન ફલિત થાય છે.



    લાઇફ સાયન્સ અને મેડિસિન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(AIIMS) 248મા ક્રમે છે. આર્ટ એન્ડ હ્યુમનીટીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU) 159મા ક્રમે જ્યારે દિલ્હી યુનિવર્સિટી 252માં સ્થાને છે. ઉપરાંત, દિલ્હી યુનિવર્સિટીએ સોશ્યલ સાયન્સ અને મેનેજમેન્ટ કેટેગરીમાં વિશ્વભરમાં 208મો ક્રમ મેળવ્યો છે.
    Published by:ankit patel
    First published:March 06, 2021, 00:02 am

    ટૉપ ન્યૂઝ