Home /News /national-international /

ઓડિશાની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની દયનીય સ્થિતિ, શૌચાલય બહાર નિર્વસ્ત્ર પડેલા દર્દીઓનો વીડિયો વાયરલ

ઓડિશાની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની દયનીય સ્થિતિ, શૌચાલય બહાર નિર્વસ્ત્ર પડેલા દર્દીઓનો વીડિયો વાયરલ

પ્રતિકાત્મક તસવીર

દર્દીઓને જોવા માટે સ્ટાફ, નર્સ અને ડોક્ટર પણ હતા સરકાર કોવિડ દર્દીઓની સારવાર ઉપર ખુબ જ મોટી રકમ ખર્ચ કરે છે પરંતુ બધા પૈસા ક્યાં અને કોની પાસે જઈ રહ્યા છે?

  ઓડિશાઃ ઓડિશાના (Odisa) આદિવાસી વસ્તી ધરાવતા મયૂરભંજ (Mayur bhanj) જિલ્લામાં એક કોવિડ-19 હોસ્પિટલનો (covid-19 hospital) વીડિયો સોશિયલ મીડિયા (video viral on social media) ઉપર વાયરલ થયો છે. વીડિયોમાં એક કોરોના દર્દી શૌચલયની પાસે વોસબેસિનની નીચે પડેલો છે. ત્યારે બીજો નગ્ન અવસ્થામાં નીચે પડ્યો હતો. વીડિયોને કથિત રીતે કોવિડ દર્દીઓની (covid patient) દેખભાળ કરનાર અટેન્ડન્ટે શેર કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે અટેન્ડન્ટનું પણ 23 મેના રોજ હોસ્પિટલમાં મોત થયું હતું.

  મયૂરભંજના બારીપદા શહેરમાં રહેનારા વિભુદત્ત દાસને જણાવ્યું હતું કે વાયરલ વીડિયોની ક્લિપ શનિવારે મળી હતી. તેમણે જણાવ્યું કે, 22 મેના દિવસે પોતાના સંબંધીને બારીપદાની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સંબંધીની હાલત બગડતા તેમને બારીપદા શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર બાંકિસોલની એક અન્ય કોવિડ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. 23 મેની બપોરે મને સંબધીના મોત અંગે જાણ કરાઈ હતી.

  વિભુદત્ત દાસનું કહેવું છે કે વીડિયોમાં મેં પોતાના સંબંધીને પથારીમાં બેઠેલા જોયા જેના ઉપર ચાદર અને તકિયો ન હતો. તેમણે માત્ર એક ટુવાલ પહેરેલો હતો. વોર્ડમાં રહેલા કેટલાક દર્દીઓ શૌચાલયની સામે ઊંઘતા દેખાયા હતા.

  આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

  વોર્ડમાં કેટલાક ઓક્સીજન સિલિન્ડર હતા પરંતુ તેને ઓપરેટ કરનાર કોઈ ન હતું. દર્દીઓને જોવા માટે સ્ટાફ, નર્સ અને ડોક્ટર પણ હતા સરકાર કોવિડ દર્દીઓની સારવાર ઉપર ખુબ જ મોટી રકમ ખર્ચ કરે છે પરંતુ બધા પૈસા ક્યાં અને કોની પાસે જઈ રહ્યા છે?

  આ પણ વાંચોઃ-પુત્રીએ માતા-પિતાને ઉકાળામાં ઊંઘની ગોળીઓ પીવડાવી, રાતમાં પ્રેમી સાથે મળીને કર્યું એવું કામ કે ઉડી ગયા હોશ

  આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

  બારીપદાના ભાજપ ધારાસભ્ય પ્રકાશ સોરેનને પણ બાંકિલોસની કોવિડ હોસ્પિટલના દર્દીઓની સારવારમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે ઓક્સીજનના અભાવમાં અનેક દર્દીઓ મરી રહ્યા છે. ડોક્ટરોને સમજાતું નથી કે દર્દી શું ઈચ્છી રહ્યા છે. નર્સો સંક્રમણના ડરથી દર્દીની નજીક નથી જતી. સ્થિતિ એવી છે કે દર્દીઓને સમયસર ખાવાનું મળતું નથી.  જ્યારે મયૂરભંજ જિલ્લાના કલેક્ટર વિનીત ભારદ્વાજે કહ્યું કે ગતિવિધિઓ ઉપર નજર રાખવા અને કમીઓને પુરી કરવા માટે હોસ્પિટલમાં સીસીટીવી લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Coronavirus, COVID-19, Odisa, Patient

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन