લોકસભા ચૂંટણી: રાજનાથસિંહની સામે ચૂંટણી લડી શકે છે શત્રુઘ્ન સિન્હાની પત્ની

News18 Gujarati
Updated: March 24, 2019, 5:54 PM IST
લોકસભા ચૂંટણી: રાજનાથસિંહની સામે ચૂંટણી લડી શકે છે શત્રુઘ્ન સિન્હાની પત્ની
શત્રુઘ્ન અને પૂનમ સિન્હા (ફાઇલ ફોટો)

સપાએ પૂનમ સિન્હાની ઉમેદવારીને લઈને લોકલ પાર્ટી યૂનિટ પાસે રિપોર્ટ માંગ્યો છે અને શું પ્રભાવ પડશે તેની ઉપર પણ રિસર્ચ કરાવી રહી છે

  • Share this:
દેશના ગૃહમંત્રી રાજનાથસિંહની વિરુદ્ધ લખનઉથી પૂનમ સિન્હાને ચૂંટણી લડાવી શકે છે. મળતી જાણકારી મુજબ, સમાજવાદી પાર્ટી આ ચૂંટણીમાં શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હાને ઉમેદવાર બનાવી શકે છે. એવા અહેવાલો છે કે તેમને લખનઉ લોકસભા સીટથી ઉતારી શકાય છે. આ વાતનો કયાસ એટલા માટે પણ લગાવવામાં આવી રહ્યો છે કારણ કે થોડા સમય પહેલા જ શત્રુઘ્ન સિન્હાએ અખિલેશ યાદવ સાથે લખનઉમાં મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે મુલાકાત દરમિયાન આ મુદ્દે વાતચીત થઈ હતી, જોકે હજુ આ મુદ્દે સમાજવાદી પાર્ટી તરફથી કોઈ ઓફિશિયલ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જો સમાજવાદી પાર્ટી પૂનમ સિન્હાને લખનઉ સીટથી ઉમેદવાર બનાવે છે તો અહીં મજબૂત મુકાબલો જોવા મળી શકે છે. એવું એટલા માટે કારણ કે લખનઉથી રાજનાથસિંહ વર્તમાન સાંસદ છે. સૂત્રો મુજબ, સમાજવાદી પાર્ટીએ પૂનમ સિન્હાની ઉમેદવારીને લઈને લખનઉની લોકલ પાર્ટી યૂનિટ પાસે રિપોર્ટ માંગ્યો છે અને બૂથ લેવલ સુધી શું પ્રભાવ પડશે, તેની ઉપર પણ રિસર્ચ કરાવી રહી છે. હાલ, તેની પર અંતિમ નિર્ણય પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ જ લેશે.

આપને જણાવી દઈએ કે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સાત ચરણમાં વોટિંગ થવાનું છે. પહેલા ચરણનું મતદાન 11 એપ્રિલે, બીજા ચરણનું 18 એપ્રિલે, ત્રીજા ચરણનું 23 એપ્રિલે, ચોથા ચરણનું 29 એપ્રિલે, પાંચમાં ચરણનું 6 મે, છઠ્ઠા ચરણનું 12 મે અને સાતમા ચરણનું મતદાન 19 મેના રોજ થશે. પરિણામ 23 મેના રોજ જાહેર થશે.
First published: March 24, 2019, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading