ગાંધીના પૂતળાને ગોળી મારનારી પૂજાએ હવે બાળકોને આપ્યાં ચપ્પુ-તલવાર

પૂજા શકુને મંગળવારે વીર સાવરકરની જયંતિ નિમિત્તે પોતાના ઘરે જ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

News18 Gujarati
Updated: May 29, 2019, 11:31 AM IST
ગાંધીના પૂતળાને ગોળી મારનારી પૂજાએ હવે બાળકોને આપ્યાં ચપ્પુ-તલવાર
ભેટમાં અપાયેલા ચપ્પા
News18 Gujarati
Updated: May 29, 2019, 11:31 AM IST
લખનઉ : ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગાંધી જયંતિ (બીજી ઓક્ટોબર)ના દિવસે મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારનારી પૂજા શકુન પાંડેય ફરી એકવાર ચર્ચામાં છે. હિન્દુ મહાસભાની રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડેય નૌરંગાબાદની નિવાસી છે. પૂજાએ હવે અલગ અલગ સ્કૂલમાં પ્રથમ ક્રમે આવેલા બાળકોને ભેટમાં ચપ્પુ અને તલવાર આપ્યાં છે. ઈનામ મેળવનાર મોટાભાગનાં બાળકો ધોરણ-6થી 10માં અભ્યાસ કરે છે.

પૂજા શકુને મંગળવારે વીર સાવરકરની જયંતિ નિમિત્તે પોતાના ઘરે જ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં એવા બાળકોને બોલાવવામાં આવ્યા હતા જેઓ પોતાની સ્કૂલની પરીક્ષામાં પ્રથમ ક્રમે રહ્યાં હતાં.

બાળકોને આપી ભગવા ચોપડી

કાર્યક્રમ દરમિયાન બાળકોને આત્મરક્ષા માટે ચપ્પુ, તલવાર આપવામાં આવ્યાં હતાં. બાળકોને સંદેશ આપવામાં આવ્યો કે તેઓ પોતાની રક્ષા જાતે કરે. બાળકોને રાષ્ટ્રવાદ વિષય પર એક ચોપડી પણ આપવામાં આવી હતી. ભગવા રંગની આ ચોપડીમાં વીર સાવરકર અને પૂજાની પોતાની તસવીર છપાયેલી છે. બાળકોને ગીતા પણ ભેટમાં આપવામાં આવી હતી.આ દરમિયાન પૂજા પાંડેયએ બાળકોને સંબોધન કર્યું હતું. પૂજાએ વીર સાવરકર અંગે જણાવ્યું હતું. સાથે જ દેશના રક્ષણ માટે આહવાન પણ કર્યું હતું. દેશનું રક્ષણ કરવા માટે અને દેશહિતમાં હંમેશા તૈયાર રહેવાની વાત પણ કહેવામાં આવી હતી.
Loading...

ગાંધીજીના પૂતળાને ગોળી મારીને જેલની હવા ખાઈ ચુકી છે પૂજા

પૂજા શકુને બીજી ઓક્ટોબરના રોજ ગાંધીજીના પૂતળાને ગોળી મારીને નકલી લોહી પણ કાઢ્યું હતું. આને લઈને સોશિયલ મીડિયામાં તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી. આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું. પૂજા પાંડેય સામે ગુનો નોંધીને તેને જેલમાં ધકેલી દેવામાં આવી હતી. બાદમાં તેણીને જામીન પર છોડી મૂકવામાં આવી હતી.જેલ જનારા મહિલાને આપી તલવાર

આ પ્રસંગે પૂજા પાંડેયએ ગાંધીના પૂતળાને ગોળી મારવાના કેસમાં તેની સાથે જેલમાં ગયેલી મહિલાને તલવાર ભેટમાં આપી હતી. પૂજાએ આ મહિલાને વીરાંગના તરીકે સંબોધી હતી.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...