દિવાનગી : નાનપણની ગર્લફ્રેન્ડે BFની પત્નીને ઉતારી મોતને ઘાટ

મૃતક પૂજા રાય (ફાઇલ ફોટો)

જ્યૂસમાં ઝેરી પદાર્થ ભેળવી પીવડાવી દીધું, હત્યાને આત્મહત્યામાં ખપાવવા લખી ખોટી સુસાઇડ નોટ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : કહેવાય છે કે નાનપણની દોસ્તી અને પ્રેમ, વ્યક્તિ લાખ પ્રયાસો છતાંય ભૂલી નથી શકતો. અને જ્યારે લગ્ન બાદ તે જ નાનપણનો પ્રેમ ફરીથી પરત આવે તો જિંદગી કેવો વળાંક લે છે, તે કહેવું મુશ્કેલ હોય છે. આવો જ એક મામલો દિલ્હીના કિશનગઢથી સામે આવ્યો છે. અહીં પૂજા રાયની હત્યાના મામલામાં તેના એન્જિનિયર પતિ રાહુલ મિશ્ર અને તેની ગર્લફ્રેન્ડ પદ્મા તિવારીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

  સાઉથ વેસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસીપી દેવેન્દ્ર આર્યએ જણાવ્યું કે 16 માર્ચે ફોર્ટિસ હોસ્પિટલથી જાણકારી મળી હતી કે એક મહિલાને હોસ્પિટલ લાવવામાં આવી છે, જેનું મોત થઈ ગયું છે. મામલાની તપાસ કરી રહેલા કિશનગઢ પોલીસ સ્‍ટેશનના એસએચઓ રાજેશ મૌર્યાની ટીમે તે રૂમની ઝીણવટભરી તપાસ કરાવડાવી, જેમાં પૂજા રોયનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી એ વાત સ્પષ્ટ થઈ છે કે મૃતક પૂજા રાયને ઝેર આપીને મારવામાં આવી છે.

  રાહુલ અને પદ્મા કરવા માંગતા હતા લગ્ન

  પોલીસ મુજબ, મૃતક પૂજા રાયના પતિ રાહુલ મિશ્રનું અફેર તેની નાનપણની મિત્ર પદ્મા તિવારી સાથે ચાલી રહ્યું હતું, જે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. રાહુલ અને પદ્માના સંબંધની વચ્ચે પૂજા આવી રહી હતી. તેથી તેને હટાવવા માટે રાહુલે ગર્લફ્રેન્ડ પદ્માની સાથે મળી તેની પત્નીની હત્યા કરી દીધી. બંનેએ પૂજા રાયને ઝેર આપીને મારી નાખી. મળતી માહિતી મુજબ બંને ઝારખંડના રહેવાસી હતા. પદ્મા મયૂર વિહારમાં ભાડાના મકાનમાં રહે છે જ્યારે પૂજા અને રાહુલ કિશનગઢમાં રહેતા હતા.

  આ પણ વાંચો, ઉદયપુરમાં સાસરે જઈ રહેલી દુલ્હનનું અપહરણ, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

  જ્યૂસમાં ઝેર ભેળવીને છેતરીને પીવડાવી દીધું

  રાહુલ અને પદ્મા એક બીજાને નાનપણથી પ્રેમ કરતા હતા, પરંતુ પરિવારના વિરોધના કારણે તેઓ લગ્ન નહોતા કરી શક્યા. રાહુલે પૂજાને કહ્યું હતું કે તે લગ્ન માટે ના પાડી દે. પરંતુ તેણે ના ન પાડી. પદ્માને લઈને પૂજા અને રાહુલ વચ્ચે અનેકવાર ઝઘડા પણ થતા હતા. પોલીસ અનુસાર, 16 માર્ચે ઘટનાના દિવસે રાહુલ મિશ્રની પોતાની ઓફિસમાં હતો. તેની ગેરહાજરીમાં તેની ગર્લફ્રેન્ડ પદ્મા તેના ઘરે પહોંચી. તેની પત્ની સાથે મુલાકાત કરી અને પહેલેથી જ ખરીદેલું ઝેરી પદાર્થ જ્યૂસમાં મેળવીને પૂજાને પીવડાવી દીધું.

  પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો હત્યાનો ખુલાસો

  આટલું જ નહીં બેભાન સ્થિતિમાં પદ્માએ પૂજા સાથે મારઝૂડ પણ કરી હતી. સાંજે પદ્માએ રાહુલને ફોન કરી હત્યા વિશે જાણ કરી. ત્યારબાદ જ્યારે પતિ ઘેર આવ્યો તો તેણે પત્નીને ફોર્ટિસ વસંતકુંજ લઈ ગયો. આ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા રાહુલ અને પદ્માએ મળીને એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં પોલીસને શરૂઆતમાં આત્મહત્યાનો મામલો લાગ્યો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો. ત્યારબાદ પોલીસે રાહુલ અને પદ્માની ધરપકડ કરી લીધી.
  Published by:Mrunal Bhojak
  First published: