Home /News /national-international /'ભારત જોડો યાત્રા'ને બોલિવૂડ અભિનેત્રીનું સમર્થન, હવે આ અભિનેત્રીએ પદયાત્રામાં ભાગ લીધો

'ભારત જોડો યાત્રા'ને બોલિવૂડ અભિનેત્રીનું સમર્થન, હવે આ અભિનેત્રીએ પદયાત્રામાં ભાગ લીધો

'ભારત જોડો યાત્રા' આ અભિનેત્રીએ ભાગ લીધો

કોંગ્રેસની ભારત જોડો યાત્રાને બોલિવૂડનો સપોર્ટ મળી રહ્યો છે. ભારત જોડો યાત્રામાં બોલિવૂડની વધુ એક એક્ટ્રેસ સામેલ થઈ ગઈ છે. હકીકતમાં અભિનેત્રી રિયા સેન આજે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ. રાહુલ ગાંધીની સાથે પગપાળા યાત્રા કરતી વખતે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પહેલા પૂજા ભટ્ટ પણ કોંગ્રેસની આ યાત્રામાં સામેલ થઈ હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Maharashtra, India
    કોંગ્રેસની ભારત જોડો યાત્રાને બોલિવૂડનો સપોર્ટ મળી રહ્યો છે. ભારત જોડો યાત્રામાં બોલિવૂડની વધુ એક એક્ટ્રેસ સામેલ થઈ ગઈ છે. હકીકતમાં અભિનેત્રી રિયા સેન આજે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ. રાહુલ ગાંધીની સાથે પગપાળા યાત્રા કરતી વખતે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પહેલા પૂજા ભટ્ટ પણ કોંગ્રેસની આ યાત્રામાં સામેલ થઈ હતી.

    તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રા અત્યાર સુધીમાં છ રાજ્યોના 28 જિલ્લામાંથી પસાર થઈ છે. મહારાષ્ટ્ર બાદ આ યાત્રા મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ થઈને જમ્મુ-કાશ્મીર પહોંચીને સમાપ્ત થશે.





    આ પણ વાંચોઃ શ્રદ્ધા હત્યાકાંડ જેવો બીજો બનાવ બન્યો, લિવ ઈનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની ઠંડા કલેજે હત્યા કરી

    ઉલ્લેખનીય છે કે આ પહેલા બોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટ બુધવારે હૈદરાબાદમાં 'ભારત જોડો યાત્રા'માં રાહુલ ગાંધી સાથે જોડાઈ હતી. બંને સાથે ચાલ્યા અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. કોંગ્રેસ દ્વારા પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે- દરરોજ નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે, દેશમાં દરરોજ પ્રેમ શોધનારાઓની સંખ્યા વધી રહી છે.

    સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીનાં કરી ચૂકી છે વખાણ


    તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં હતાં. આ સિવાય રાહુલ ગાંધીની આ યાત્રામાં પૂનમ કૌર પણ જોડાઈ ચૂકી છે. ગયા અઠવાડિયે તેમની તેલંગાણા યાત્રા શરૂ કરતાં પહેલાં રાહુલ ગાંધી કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પડાવ પૂર્ણ કરી ચૂક્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Congress News, Riya sen

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन