Home /News /national-international /

મધ્યપ્રદેશમાં ચૂંટણી કર્મચારીઓ ખિસ્સામાં ડુંગળી રાખશે, કારણ જાણવા જેવું

મધ્યપ્રદેશમાં ચૂંટણી કર્મચારીઓ ખિસ્સામાં ડુંગળી રાખશે, કારણ જાણવા જેવું

કલેક્ટર દ્વારા ચૂંટણી કર્મચારીને ગરમીથી બચવા માટે ડુંગળીનું વિતરણ કરાયું હતું.

આવતીકાલે લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન, મધ્ય પ્રદેશમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કર્મચારીઓએ ગરમીથી બચવા અપનાવ્યો આ ઉપાય

    ન્યૂઝ 18 ગુજરાતી : આવતીકાલે લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન થશે. આ ચૂંટણીમાં આવતા મધ્ય પ્રદેશના એક પોલિંગ સ્ટેશન પર ફરજ બજાવનારા ચૂંટણી કર્મચારીઓએ ગરમીથી બચવા અનોખોસ કમીયો અપનાવ્યો હતો. ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક કર્મચારીઓને સેક્ટર ઑફિસર દ્વારા વ્યક્તિગત રીતે ડુંગળી વહેંચવામાં આવી હતી.

    સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ મધ્ય પ્રદેશના જાબુઆમાં આવેલા મતદાન મથક ખાતે એક સેક્ટર ઑફિસર દ્વારા વ્યક્તિગત રીતે મતદાન મથકના કર્મચારીને ડુંગળી આપી હતી. તેમણે કહ્યું હતું કે એવી માન્યતા છે કે જો ડુંગળી ખિસ્સામાં રાખેલી હોય તો ગરમીની અસર ઓછી થાય છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી.



    જાબુવાના કલેક્ટરે કહ્યું હતું કે અમારા કેટલાક ચૂંટણી અધિકારીઓને ડુંગળી આપવામાં આવી છે જેથી કાળજાળ ગરમી સામે રાહત મળી શકે. ચૂંટણી દરમિયાન ગરમીમાં ફરજ બજાવતા કર્મચારીને અન્ય સહાયતા મળે કે ન મળે પરંતુ ડુંગળી આપવામાં આવી હોય તેવો સંભવત: આ પ્રથમ કિસ્સો નોંધાયો હશે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર