મોદી સરકાર 2.0 સક્રિય; ભૂતકાળના ભ્રષ્ટાચાર કેસમાં પ્રફુલ પટેલને EDનું તેડું

News18 Gujarati
Updated: June 1, 2019, 4:08 PM IST
મોદી સરકાર 2.0 સક્રિય; ભૂતકાળના ભ્રષ્ટાચાર કેસમાં પ્રફુલ પટેલને EDનું તેડું
પ્રફુલ પટેલની ફાઇલ તસવીર

મનમોહન સરકારમાં થયેયા કથિત એવિએશન કૌભાંડમાં પહેલી વાર કોઈ નેતા પર કાર્યવાહી કરવામાં આવી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ ED દ્વારા સિનિયર NCP નેતા અને પૂર્વ એવિએશન મિનિસ્ટર પ્રફુલ પટેલને સમન્સ ફટકારવામાં આવ્યા છે. મોદી સરકારે શપથ લઈને સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ નેતા પર કાર્યવાહી કરવામાં આવી છે. ડૉ. મનમોહન સિંઘના સાશનકાળની UPA સરકારમાં થયેલા કરોડો રૂપિયાના કથિત એવિએશન કૌભાંડમાં ED પ્રફુલ પટેલને તેડું મોકલ્યું છે. આ કેસમાં પૂછપરછ માટે પ્રફુલ પટેલને 6 જૂનના રોજ ઉપસ્થિત રહેવા માટે સમન પાઠવવામાં આવ્યા છે.

UPAના સાશનમાં થયેલા કરોડો રૂપિયાના કથિત કૌભાંડમાં મોદી સરકાર દ્વારા કોઈ પણ નેતા પર પહેલી વાર કાર્યવાહી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ED દ્વારા પ્રફુલ પટેલની બે મુદ્દે પૂછપરછ થશે. અગાઉ આ કેસમાં એવિએશન લોબીસ્ટ દિપક તલવારની ધરપકડ એજન્સીઓ દ્વારા કરાઈ હતી અને તેની પૂછપરછમાં કેટલાક પુરાવાઓ એકત્રીત કરાયા હતા.

લાંચ રૂશ્વત વિરોધી કાયદા અંતર્ગત થયેલી કાર્યવાહીમાં પ્રફુલ પટેલની પૂછપરછ કરવામાં આવશે અને તેમને તલવારે કરેલી કેટલીક કબૂલાતોના સંદર્ભમાં પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે મોદી સરકારે વિધિવત્ત રીતે ચાર્જ લીધા બાદ તુરંત જ એક્શન શરૂ કરી છે. આ સમનના પગલે રાજકીય માહોલ ગરમાયો હતો.
First published: June 1, 2019
વધુ વાંચો
अगली ख़बर